આજથી તાપમાનનો પારો ઊંચકાશે. જેને કારણે મે માસમાં તાપમાન 40થી 44ની વચ્ચે નોંધાઈ શકે છે. તાપમાન 42 ડિગ્રીની ઉપર જશે ત્યારે હીટવેવ પડશે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મે મહિનાના 15થી 20 દિવસ સુધી ગરમી યથાવત્ રહેશે.
Visit Saurashtra Kranti Homepage here
જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય તેટલા દિવસ તાપમાન સામાન્ય ડિગ્રી કરતા બેથી ત્રણ ડિગ્રી નીચું જશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટાંથી લઇને એકથી બે ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે. જે ગાજવીજ અને તેજ પવન સાથેનો રહેશે. જોકે વરસાદ સાર્વત્રિક નહીં છૂટો છવાયો હશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થયા બાદ તાપમાન ફરી ઊંચકાશે.
સામાન્ય રીતે પ્રિ-મોન્સૂનની એક્ટિવિટી 15 મેથી શરૂ થતી હોય છે. મે માસના ત્રીજા સપ્તાહ બાદ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. આ દિવસોમાં તાપમાન નીચું જશે. સામાન્ય રીતે મે માસમાં ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાશે. વધુમાં હવામાન ખાતાના જણાવ્યાનુસાર 4 મે સુધી રાજકોટમાં આકાશ- વાતાવરણ એકદમ સ્વચ્છ રહેશે. ત્યારબાદ 5 અને 6 મેના રોજ એમ બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ તાપમાન એક સપ્તાહ સુધી 34થી 37 ડિગ્રી સુધી રહેશે.
Read About Weather here
રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. જ્યાં કેટલાક સ્થળોએ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં સૌથી ઊંચું તાપમાન રાજકોટ અને સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું. ભારે પવન ફૂંકાવાને કારણે ધૂળની ડમરીઓ પણ ઊડી હતી.રાજકોટમાં રવિવારે દિવસના તડકો રહ્યો બાદમાં સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં વાદળો છવાઈ ગયા હતા અને ગાજવીજ સાથે તેજ ગતિથી પવન શરૂ થયો હતો. જોકે વાતાવરણ પરથી વાદળો ધોધમાર વરસાદ વરસી શકે તેવું લાગતું હતું, પરંતુ માત્ર વાદળો માત્ર ગાજ્યા જ હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here