આજથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ

આજથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ
આજથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ
અષાઢ મહિનો એટલે વ્રત, તપ અને જપનો મહિનો. અષાઢ મહિનાની દેવસ્યની એકાદશીથી ગૌરીવ્રતનો પ્રારંભ થાય છે. તેમજ અષાઢ સુદ તેરસથી જયાપાર્વતી વ્રતની શરૂઆત છે. જેનો પ્રારંભ આજથી થયો છે. જયાપાર્વતીનું વ્રત કુંવારિકાઓ અને સૌભાગ્યવતી નારીઓ બંને કરે છે. આ વ્રત તેરસથી શરૂ કરીને પાંચ દિવસ ચાલે છે. આ પાંચ દિવસ દરમ્યાન બહેનોએ મીઠા વગરનું તથા ગળપણનું ભોજન લેવાનું હોય છે. કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ વ્રત શરૂ કર્યા પછી ઓછામાં ઓછા 5, 7, 9, 11 કે 20 વર્ષ સુધી કરવું જોઈએ. તેવો ઉલ્લેખ પૌરાણિક કથાઓમાં કરવામાં આવ્યો છે. આ વ્રત કુંવારિકાઓ મનગમતા પતિની મનોકામના માટે કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

વ્રત દરમિયાન જવારાની પૂજા કરવામાં આવે છે. સાત પ્રકારનાં ધાન્ય જેમ કે, ઘઉં, જઉં, તલ, મગ, તુવેર, ચોળા અને અને અક્ષત વાવીને જવારા ઉગાડવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર એવું માનવામાં આવે છે કે, આ જવારાએ સ્વયં માતા પાર્વતીનું પ્રતિક છે. જયાપાર્વતી વ્રતનાં પ્રથમ દિવસે કુંવારિકાઓ સૂર્યોદય થતા શ્રુંગાર કરીને જવારા, નાગલા અને પૂજાપાને એક થાળીમાં લઇ સમૂહમાં શિવમંદિરે જઈ જવારાને નાગલા ચડાવી પૂજા કરે છે.

Read About Weather here

તેમજ શ્રધ્ધા અને નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરે છે. વ્રતના પાંચમાં દિવસે જવારાનું જળાશયમાં વિસર્જન કરી કુમારિકાઓ રાત્રી દરમ્યાન જાગરણ કરી શિવપાર્વતીની ઉપાસના કરે છે. જાગરણ પછીનાં છઠ્ઠા દિવસે પારણા કરી વ્રતની પુર્ણાહુતી કરે છે. ત્યારે બીજી બાજુ સતત પાંચ વર્ષ સુધી આ વ્રત ક્રમાનુસાર કર્યા બાદ તેની ઉજવણી કરવામાં આવે છે.(13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here