આજથી ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર : પેપરલીક સામે બનશે કડક કાયદો

આજથી ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર : પેપરલીક સામે બનશે કડક કાયદો
આજથી ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર : પેપરલીક સામે બનશે કડક કાયદો
ગુજરાત વિધાનસભાનું સત્ર આજથી બપોરે 12 વાગ્યે રાજ્યપાલના સંબોધનથી સત્રની શરૂઆત થશે. રાજ્યપાલના આભાર પ્રસ્તાવ બાદ શોકદર્શક ઉલ્લેખ રજૂ થશે. જે બાદ પૂર્વ રાજ્યપાલ ઓ.પી કોહલી, પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી રમણભાઈ ચૌધરી, પૂર્વ સભ્ય નારણભાઈ પટેલ, દાઉદભાઈ પટેલ તથા મહિપતસિંહ જાડેજા તથા હરેશકુમાર ભટ્ટને શ્રદ્ધાંજલિ આપવામા આવશે અનુમતિ મળેલા વિધેયકો રજૂ કરાશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે. વિધાનસભા સત્રના 25 દિવસમાં 27 બેઠકો મળશે.

Visit Saurashtra Kranti Homepage here

આ સત્રમાં પચાસ ટકા જેટલા ધારાસભ્યો એવા હશે કે જે પ્રથમવાર જ ગૃહમાં હાજરી આપશે. નવોદિત ધારાસભ્યો માટે પ્રથમ બજેટ સત્ર શરૂ થાય પૂર્વે ગઈકાલે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. તેમાં 25 દિવસના વિધાનસભા સત્ર દરમિયાન હાથ ધરવાના કામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.

Read Saurashtra Kranti E-Paper here

પેપરલીક મામલે તૈયાર થયેલું બિલ પહેલા જ દિવસે ગૃહમાં રજૂ કરવામાં આવશે. ગુજરાત જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવા બાબતનું વિધેયક ગૃહમાં રજૂ કરાશે.ભૂપેન્દ્ર પટેલ સરકાર વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાના સ્પર્ધકોના ભાવિ સાથે ચેડા કરનારા વિરુદ્ધ કડક કાયદો બનાવવા જઈ રહી છે. જેનું ગત 16 ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું હતું. જાહેર પરીક્ષા અધિનિયમ બિલની કોપી ધારાસભ્યોને આપવામાં આવી હતી. આ વિધેયક ગૃહમાંથી પસાર થયા બાદ તેને મંજૂરી મળી જશે તો તે કાયદા તરીકે પ્રસ્થાપિત થઇ જશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here