આગામી વિધાનસભા ચૂંટણીઓમાં યુ.પી. માં ભાજપને ફરી જ્વલંત સફળતા મળશે

આગામી વિધાનસભા ચૂંટણીઓમાં યુ.પી. માં ભાજપને ફરી જ્વલંત સફળતા મળશે
આગામી વિધાનસભા ચૂંટણીઓમાં યુ.પી. માં ભાજપને ફરી જ્વલંત સફળતા મળશે

એબીપી-સીવોટરનાં લોક સર્વેક્ષણનાં તારણોથી વિરોધ પક્ષો સ્તબ્ધ: સપા, બસપા કે કોંગ્રેસ કોઈને મોટી સફળતા મળવાની ઝાંખી: યોગી સરકાર અનેક વાંધા અને વિરોધ છતાં સતા જાળવી રાખશે

યુ.પી. માં કિસાનોની હત્યા અને વ્યાપક હિંસા, વિરોધ પક્ષોનાં જબરદસ્ત પ્રચાર અને અનેક વિઘ્નો વચ્ચે પણ આગામી વિધાનસભા ચૂંટણીઓમાં સફળતા મેળવી ભાજપ સતા જાળવી રાખે તેવો લોક મિજાજ જોવા મળી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

તાજેતરમાં એબીપી-સીવોટર દ્વારા રાજ્યનાં મતદારોનો મિજાજ પારખવા માટે રાજ્ય વ્યાપક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેના તારણો ભાજપ માટે ઉત્સાહ પ્રેરક અને વિપક્ષો માટે ખૂબ નિરાશાજનક રહ્યા છે.

સર્વેક્ષણમાં એવું તારણ નીકળ્યું છે કે 2022 ની વિધાનસભા ચૂંટણીઓમાં પ્રચંડ બહુમતી મેળવીને ભાજપ સતા જાળવી રાખશે. આ તારણો સમાજવાદી પાર્ટી, બસપા અને કોંગ્રેસની છાવણીમાં નિરાશાનું હવામાન સર્જી રહ્યા છે.

મતદારોનો યોગી સરકાર પ્રત્યેનો વિશ્ર્વાસ ડગમગાવી દેવામાં ત્રણેય વિરોધ પક્ષોને સફળતા મળી નથી એવું સર્વે જણાવે છે. યુ.પી. રાજકીય રીતે દરેક પક્ષો માટે મહત્વનું સ્થાન ધરાવે છે.

યુ.પી. માં મળતી સફળતા જે-તે પક્ષને દેશ આખામાં સફળતા અપાવતી હોય છે. એટલું યુ.પી. નું રાજકીય મહત્વ છે.

સર્વેક્ષણમાં એવું બહાર આવ્યું છે કે, સપા, બસપા અને કોંગ્રેસ હજુ રાજ્યોનાં મતદારોનો વિશ્ર્વાસ પ્રાપ્ત કરી શક્યા નથી એટલે યોગી સતા જાળવી રાખે તેવી શક્યતા છે.

મતદારોએ દેશના સૌથી મોટા અને સૌથી સઘન વસ્તી ધરાવતા રાજ્યમાં વર્તમાન સરકાર પર જ પ્રથમ પસંદગીની મહોર મારી છે. સર્વેનાં કારણો મુજબ આગામી ચૂંટણીઓમાં ભાજપને કુલ મતોમાંથી 41.3 ટકા મતો મળે તેવી ધારણા છે.

રાજ્યમાં ભગવા પાર્ટીએ તેનો 41 ટકા મતનાં હિસ્સાને જાળવી રાખ્યો છે એ હકીકત નોંધપાત્ર છે. 2017 ની ગત વિધાનસભા ચૂંટણીઓમાં પણ ભાજપને 41.4 ટકા મતો મળ્યા હતા. 2022 માં અખિલેશ યાદવની સતાને

ગયા વખત કરતા વધુ એટલે કે 23.6 ટકા મત મળે તેવી શકયતા છે. તો બીજી તરફ માયાવતીની બસપા પાર્ટીને મળી શકયાનાં મતની ટકાવારી ઘટતી દેખાય છે.

આ વખતે સાળા સાત ટકા ઓછા મત મળે તેવી શકયતા છે. એક સમયે યુ.પી. માં રાજ કરનાર કોંગ્રેસ પક્ષને માત્ર 5.6 ટકા મત મળે. એવું લાગે છે. એ જોતા ભાજપ પ્લસને 241 થી 249 બેઠકો મળી શકે છે.

Read About Weather here

સપાને 130 થી 138 બેઠકો, બસપાને 15 થી વધુ બેઠકો અને કોંગ્રેસને માત્ર 3 થી 7 બેઠકો મળવાની ધારણા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here