આકરા ઉનાળામાં પાણીની ચોરી..!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટ મહાનગરના આજી અને ન્યારી ડેમમાં સરકારે ભલે ચોમાસા સુધીનું પાણી ભરી દીધું હોય, પરંતુ પાણીનો બગાડ કે ચોરી રોકવા કડકમાં કડક પગલા લેવા કોર્પોરેશને કાર્યવાહી ચાલુ રાખી છે. બે દિવસથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી ચોરી અંગેનું ચેકીંગ શરૂ કરી વોટર વર્કસ વિભાગે નોટીસો આપવાનું શરૂ કર્યાનું જાણવા મળેલ છે.ગત અઠવાડિયે કમિશ્નરે જળાશયોમાં પાણીની સ્થિતિ, સપ્લાય, વિતરણ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. કોર્પોરેશન દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી લોકો સુધી પહોંચે ત્યાં સુધીમાં 10 ટકા જેવો લાઇનલોસ છે. લાઇનમાં થતા લીકેજથી માંડી પાણીચોરીના કારણે કિંમતી જળનો વ્યય થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

આથી કોઇ વિસ્તારોમાં ઇરાદાપૂર્વક પાણી ખેંચવામાં આવતું હોય તો કડક પગલા લેવા ઇજનેરોને કહ્યું હતું. રાજકોટ મહાનગરના આજી અને ન્યારી ડેમમાં સરકારે ભલે ચોમાસા સુધીનું પાણી ભરી દીધું હોય, પરંતુ પાણીનો બગાડ કે ચોરી રોકવા કડકમાં કડક પગલા લેવા કોર્પોરેશને કાર્યવાહી ચાલુ રાખી છે. બે દિવસથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી ચોરી અંગેનું ચેકીંગ શરૂ કરી વોટર વર્કસ વિભાગે નોટીસો આપવાનું શરૂ કર્યાનું જાણવા મળેલ છે.દરમ્યાન બે દિવસથી તમામ 18 વોર્ડમાં પાણી વિતરણના સમયે ચેકીંગ શરૂ કરાયું છે. અમુક વિસ્તારમાં પૂરતું પાણી કે પૂરા ફોર્સથી પાણી નહીં આવતું હોવાની ફરિયાદ રહે છે.

આવા વિસ્તારમાં વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મનપા પાસે ડેમોમાં પાણીનો પુરતો જથ્થો છે પરંતુ ગત વર્ષે નવા પાંચ ગામ કોર્પો.ની જવાબદારીમાં ઉમેરાતા સપ્લાય વધી છે. તેનું કારણ આગળના મકાનોમાં ઇલે. મોટર મુકીને પાણી ખેંચવાની પ્રવૃતિ પણ જવાબદાર હોય છે. અગાઉ વર્ષો સુધી ભૂતિયા જળ જોડાણ કે ઇલે.મોટરથી પાણી ખેંચનારા પૈકી ઘણા લોકોએ ‘નલ સે જલ’ યોજના હેઠળ કનેકશન રેગ્યુલર કરાવી લીધા છે. આથી જુનો લોસ તો હવે સરભર થાય તેમ નથી. પરંતુ આ તક મળ્યા બાદ પણ પાણીચોરી કરતા લોકો સામે કડકમાં કડક પગલા લેવા સૂચના અપાઇ છે. ભૂતકાળમાં પાણીચોરી કરનારાને દંડ, મોટર જપ્તીથી માંડી પોલીસ કેસ સહિતના પગલા લેવામાં આવ્યા છે.

આ જ પ્રકારે પાણી બચાવવા કડક કાર્યવાહી ચાલુ રહેશે તેમ અધિકારીઓએ કહ્યું હતું.તેમાં પણ ઉનાળો વહેલો શરૂ થતા જળ માંગ અને ઉપયોગમાં ખુબ વધારો થયો છે. જો પાણી ચોરી અને બગાડ અટકાવવામાં આવે તો ઉનાળામાં પાણીનો વધુ વપરાશ સરભર થઇ શકે તેમ છે. દર વર્ષે ઉનાળામાં અનેક વિસ્તારમાં ઇલે.મોટર મૂકીને કે ભૂતિયા કનેકશન લઇને પાણી ખેંચવામાં આવે છે. અમુક વિસ્તારમાં ઘણા મકાનોમાં ધીમા ફોર્સથી કે છેવાડે નહીંવત પાણી આવતું હોવાની ફરિયાદ રહે છે.તેનું કારણ આગળના મકાનોમાં ઇલે. મોટર મુકીને પાણી ખેંચવાની પ્રવૃતિ પણ જવાબદાર હોય છે.

Read About Weather here

અગાઉ વર્ષો સુધી ભૂતિયા જળ જોડાણ કે ઇલે.મોટરથી પાણી ખેંચનારા પૈકી ઘણા લોકોએ ‘નલ સે જલ’ યોજના હેઠળ કનેકશન રેગ્યુલર કરાવી લીધા છે. આથી જુનો લોસ તો હવે સરભર થાય તેમ નથી. પરંતુ આ તક મળ્યા બાદ પણ પાણીચોરી કરતા લોકો સામે કડકમાં કડક પગલા લેવા સૂચના અપાઇ છે. ભૂતકાળમાં પાણીચોરી કરનારાને દંડ, મોટર જપ્તીથી માંડી પોલીસ કેસ સહિતના પગલા લેવામાં આવ્યા છે. આ જ પ્રકારે પાણી બચાવવા કડક કાર્યવાહી ચાલુ રહેશે તેમ અધિકારીઓએ કહ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here