અશિક્ષિત લોકો દેશ ઉપર બોજા સમાન છે, એ લોકો કદી સારા નાગરિક બની શકે નહીં: અમિત શાહ

અશિક્ષિત લોકો દેશ ઉપર બોજા સમાન છે, એ લોકો કદી સારા નાગરિક બની શકે નહીં: અમિત શાહ
અશિક્ષિત લોકો દેશ ઉપર બોજા સમાન છે, એ લોકો કદી સારા નાગરિક બની શકે નહીં: અમિત શાહ

ભાજપ સરકારે શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી વધારવામાં યોગદાન આપ્યું

કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે અશિક્ષિત રહેતા લોકો પર ભારે શાબ્દીક કટાક્ષ કર્યા છે અને જણાવ્યું છે કે, એક અભણ વ્યકિત દેશ ઉપર કેવડો મોટો બોજો બની જાય છે એ કોઇને ખબર નથી.

Visit Saurashtra Kranti Homepage here

આવી અશિક્ષીત વ્યકિત ન તો બંધારણે તેને આપેલા અધિકારોને સમજી શકે છે કે ન તો બંધારણે દેશના નાગરિક પાસે રાખેલી અપેક્ષા અને દાઇત્વને સમજી શકે છે.

આવો અભણ વ્યકિત કદી સારો નાગરિક બની શકે નહીં. એ પોતાના અધિકારો પણ જાણતો નથી અને પોતાની જવાબદારી પણ સમજતો નથી.

સંસદ ટીવીને આપેલી એક ખાસ મુલાકાતમાં ગૃહમંત્રી શાહે નરેન્દ્ર મોદીની ભરપુર પ્રશંસા કરી હતી. એમની સરકારે શાળાઓમાં હાજરી વધારવામાં કેટલુ યોગદાન આપ્યું છે.

એ વિશે તેમણે વિગતવાર વાતો કરી હતી. શાહે જણાવ્યું હતું કે, જાહેર જીવનમાં અન્ય કોઇ નેતા 20 વર્ષ સુધી એકધારી લોકસેવા ચાલુ રાખી શકયો નથી. એ વડાપ્રધાન મોદીએ કરી બતાવ્યું છે.

મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે શાળા છોડી જતા વિદ્યાર્થીઓની સંખ્યા ગંભીર રીતે વધી રહી હતી. એમણે શાળા પ્રવેશને એક ઉત્સવ બનાવ્યો અને હાજરીને 100 ટકાની સપાટી સુધી લઇ ગયા.

મોદીજીએ વાલીઓની સમીતી બનાવી. બાળક શાળાએ ન આવે ત્યારે તેનું કારણ જાણવાની કોશીસ થવા લાગી, શિક્ષકોની જણાબદારી નક્કી કરવામાં આવી.

તેનું સીધુ પરિણામ એ આવ્યું કે, બાળકો શાળા છોડી જતા હોવાનો રેસ્યો જે 37 ટકા હતો તે ઘટીને હવે 1 ટકા થઇ ગયો છે. નરેન્દ્ર મોદી લોકશાહી વાદી નેતા છે.

Read About Weather here

તેઓ નાનામાં નાની વ્યકિતના સુચનો સાંભળે છે. કેબિનેટની બેઠકમાં વધુ બોલતા નથી પણ વધુ સાંભળે છે. તેમણે હંમેશા દેશહિતમાં રાજકીય રીતે જોખમી એવા ફેંસલા લીધા છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here