સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી વરસાદ ચાલુ રહેતો હોવાથી મીઠાનાં અગરને વ્યાપક નુકસાન: 2018-19 બાદ ચોમાસાનાં અંતમાં સતત વરસાદ ચાલુ રહેવાથી નમક સીઝનમાં ત્રણ મહિનાનો કાપ: આવતા ત્રણ વર્ષ દરમિયાન ઉત્પાદનમાં 30 ટકા ઘટાડો થવાની ભીતિ
છેલ્લા ત્રણ વર્ષથી ચોમાસાનાં અંતભાગમાં એટલે કે સપ્ટેમ્બર- ઓક્ટોબરમાં ભારે અને અવિરત વરસાદ પડી રહ્યો હોવાથી ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રનાં નમક ઉદ્યોગને જંગી નુકસાન થવા પામ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
નમક ઉત્પાદનમાં દેશભરમાં અગ્રેસર ગુજરાતનાં નમક ઉત્પાદનને સતત વરસાદથી ભારે ફટકો પડ્યો છે. આગામી ત્રણ વર્ષમાં ઉત્પાદનમાં 30 ટકા ઘટાડો થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભારે વરસાદને કારણે અત્યારે નમક સીઝનમાં બે થી ત્રણ મહિનાનો કાપ મુકવો પડ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી આ પરિસ્થિતિ છે. ભારે વરસાદ સપ્ટેમ્બરમાં શરૂ થાય છે. નમકની સીઝન પર ઓક્ટોબરથી શરૂ થઇને મે મહિના સુધી ચાલુ રહે છે
પણ આ મહિના સુધી અવિતર વરસાદ ચાલુ રહેવાથી મીઠાના અગર પર પાણી ફરી વળે છે. આ વર્ષે પણ એવું થયું છે. જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રનાં મીઠાનાં અગરોનું ધોવાણ થઇ ગયું છે. ઉત્પાદનનાં સ્થળે જળબંબાકાર જોવા મળી રહ્યું છે.
દેશના કુલ નમક ઉત્પાદન પૈકી 80 ટકા ઉત્પાદન ગુજરાત કરે છે. દર વર્ષે સરેરાશ 2.86 કરોડ ટન મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. પણ મીઠાની સીઝન સમયે જ મેઘરાજાએ સટ્ટાસટ્ટી બોલાવી હોવાથી મીઠાનું ઉત્પાદન માંડ એક કરોડ ટન થવાનો અંદાજ છે.
નમક ઉત્પાદન એસોસિએશન જણાવે છે કે, જો આવી પરિસ્થિતિ ચાલુ રહી તો નમક ઉદ્યોગને જંગી આર્થિક નુકસાન થઇ શકે છે. કચ્છનાં નમકનાં અગર અને સૌરાષ્ટ્રમાં મીઠાનાં અગર જ્યાં આવેલા છે
એ હળવદ, ધાંગધ્રા જેવા વિસ્તારમાં ભારે વરસાદ થયો છે અને ચાલુ છે. પરિણામે મીઠાનાં ઉત્પાદનને ખોરંભે પાડી દેવાની ફરજ પડી છે. લક્ષ્યાંક મુજબ ઉત્પાદન થઇ શકે તેમ નથી.
Read About Weather here
મીઠાનાં અગર પૂરેપુરા સુકાઈ ન જાય ત્યાં સુધી કોઈ જાતનું ઉત્પાદન થઇ શકે તેમ નથી.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here