પુષ્પા ઝુકેગા નહી સાલા ડાય લોગે તો ધૂમ મચાવી દીધી હતી. સાઉથના સુપર સ્ટાર અલ્લૂ અર્જુન અને રશ્મિકા મંદાનાને ચમકાવતી ફિલ્મ પુષ્પા બોલીવુડમાં ખૂબજ હિટ સાબિત થઇ હતી.પુષ્પાની સફળતાના પગલે આ ફિલ્મની સિકવલની પ્રેક્ષકો રાહ જોઇ રહયા છે. પુષ્પા -૨ ને લઇને ફિલ્મ રસિયાઓમાં અત્યારથી એકસાઇટમેન્ટ જોવા મળી રહયું છે. ફિલ્મનું શુટિંગ શરુ થવાનું છે અને નિર્માણ બજેટમાં પણ ધરખમ વધારો કરવામાં આવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
એવું માનવામાં આવે છે કે પહેલા પાર્ટ કરતા બીજા પાર્ટનું ફિલ્મ બજેટ ડબલ જેટલું છે. આથી ફિલ્મમાં મુખ્ય કિરદાર નિભાવનારા અભિનેતા અલ્લૂ અર્જુને પણ પોતાની ફીમાં વધારો કર્યો છે. મીડિયા રિપોર્ટસ અનુસાર ફિલ્મનું બજેટ ૩૫૦ કરોડ રુપિયા છે. જેમાંથી અલ્લૂ અર્જુને ફિસ પેટે ૯૦ કરોડ રુપિયાની માંગણી કરી છે. આના પગલે ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા બીજા આર્ટિસ્ટોએ પણ ભાવ વધારો માંગ્યો છે.
Read About Weather here
એક માહિતી અનુસાર પુષ્પા પાર્ટ -૧ના ડાયરેકટર સુકુમારની ફી ૧૮ કરોડ રુપિયા હતી જે હવે પાર્ટ-૨ માટે ૪૦ કરોડ રુપિયા ઇચ્છે છે. હાલમાં મેકર્સ ફિલ્મના સેટ તૈયાર કરવા પર વિશેષ ફોકસ કરી રહયા છે. અલ્લૂ અર્જુન ફિલ્મનું શુટિંગ શરુ થાય તે પહેલા પરિવાર સાથે વેકેશન એન્જોય કરી રહયો છે. પુષ્પા પાર્ટ -૨ નું શુટિંગ આગામી ઓગસ્ટ મહિનાથી શરુ થાય તેવી શકયતા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here