અલ્ટ્રા મોર્ડન એજન્સીના તમામ દસ્તાવેજોની પુન: ચકાસણી કરવા માંગ

અલ્ટ્રા મોર્ડન એજન્સીના તમામ દસ્તાવેજોની પુન: ચકાસણી કરવા માંગ
અલ્ટ્રા મોર્ડન એજન્સીના તમામ દસ્તાવેજોની પુન: ચકાસણી કરવા માંગ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા દ્વારા મ્યુ. કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવ્યું છે કે, રાજકોટ મનપામાં સિટી બસમાં કંડકટર સપ્લાય કરવાના કામના ઈજારદાર (એજન્સી) અલ્ટ્રા મોર્ડન એજન્સી દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ જયારથી આ એજન્સીએ આ કામની કામગીરી સંભાળી ત્યારથી આ એજન્સીની કામગીરી સામે અનેક ફરિયાદો છે અને ટેન્ડરની શરતો મુજબ સંતોષજનક કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે જાહેર જનતાએ ખુબજ હેરાન થવું પડે છે અને મનપાની પબ્લિક સુવિધા માટેનો હેતુ બર આવતો નથી.

Visit Saurashtra Kranti Homepage here

તાજેતરમાં જ આ કામની એજન્સી દ્વારા દસ્તાવેજના આધારે સુરત મહાનગરપાલિકામાં સિકયોરીટીનો કોન્ટ્રાકટ મેળવ્યા હોવાનું અને સુરત મનપામાં આ એજન્સીને બ્લેક લીસ્ટ કરવામાં આવી છે.આ એજન્સી ઉપરોકત વિષયે રાજકોટ મનપામાં પણ કામગીરી કરતી હોય ત્યારે આ એજન્સીના ટેન્ડર સંબધી 2જુ કરવામાં આવેલ તમામ દસ્તાવેજોની પુન:ચકાસણી કરવામાં આવે અને સુરત મનપા દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીની સીલસીલા બંધ વિગતો મેળવી આ કામની એજન્સી સામે પુરતા પગલાઓ ભરી નિયમ અનુસાર કાર્યવાહી કરવા તેમજ રાજકોટ મનપામાં અલ્ટ્રા મોર્ડન એજન્સીની ક્ધડકટર સપ્લાયની કામગીરી બાબતે આ એજન્સીએ ટેન્ડર સાથે જોડેલા તમામ ડોકયુમેન્ટોની ઉંડી તપાસ કરવામાં આવે અને તેમાં કોઈ કસુર જણાય તો નિયમ અનુસાર પગલાઓ ભરવામાં આવે.

આ એજન્સીનો જયા2થી કોન્ટ્રાકટ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીના ઙ.ઋ. તથા ઊ.જ.ઈં.ઈ. ના પેઈડ ચલણો તેમજ ઊ.ઈ.છ. ની નકલોની કોપી મંગાવી ચકાસણી કરવામાં આવે.હાલ આ એજન્સી દ્વારા ફરજ બજાવતા કંડકટરો પાસે શૈક્ષણિક લાયકાત તેમજ લાઈસન્સ છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવે.આ એજન્સીએ કામગીરી સંભાળી ત્યારથી અત્યાર સુધીમાં કુલ કેટલા સ્ટાફને ગે22ીતી બદલ કાયમી કે ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવેલ હોય તેવા કર્મચારી સ્ટાફની વ્યકિતગત નામો સાથેની ચકાસણી કરવામાં આવે.

Read About Weather here

આ એજન્સીની કામગીરીના હાજરી પત્રકની નકલોની પૂર્ણ ચકાસણી કરવામાં આવે. આ એજન્સીના વાર્ષિક અને અર્ધ-વાર્ષિક પત્રોની નકલોની ચકાસણી કરવામાં આવે. આ એજન્સી દ્વારા ભરવામાં આવેલ સ્ટાફ (કર્મચારી) નું પોલીસ વેરીફીકેશન કરવામાં આવ્યું છે કે કેમ તે અંગેની વિગતો પુરી પાડવામાં આવી છે કે કેમ ? તેની ચકાસણી કરવામાં આવે. તેમ જણાવ્યું છે.(13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here