અરે અંધશ્રધ્ધા: દોઢ મહિનાની બાળકીને ભુવાએ ડામ દીઢા

અરે અંધશ્રધ્ધા: દોઢ મહિનાની બાળકીને ભુવાએ ડામ દીઢા
અરે અંધશ્રધ્ધા: દોઢ મહિનાની બાળકીને ભુવાએ ડામ દીઢા

ગોંડલમાં શ્રમિક પરિવારના કૃત્યને વખોડતું વિજ્ઞાન જાથા

જીવન-મરણ વચ્ચે ઝઝુમતી બાળકીને ડામ આપવાથી તાવ-આંચકી મટે નહીં, એ હકિકત માતા-પિતાને કડક શબ્દોમાં સમજાવી

મૂળ વતન મધ્યપ્રદેશના વતની ગુજરાતમાં વર્ષોથી મજૂરી કામ કરી પેટીયું રળતા હાલ ગોંડલ વિસ્તારમાં રોજગારી માટે કામ કરતા અંધશ્રદ્ધાળુ પરીવારે પોતાની દોઢ માસની દિકરીને આંચકી અને તાવ આવતા છાતીના ભાગે ત્રણ ડામ આપતા જીવન – મરણ વચ્ચે ઝોલા ખાતી બાળકી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે . તેમની રૂબરૂ મુલાકાતે ભારત જન વિજ્ઞાન જાથાની ટીમ જઈને તેના મા – બાપ અને પરિવારજનોને સમજ આપી પુનરાવર્તન ન થાય તેવા પ્રયાસો કર્યા હતા . જાથા દાહોદના કતવારા ગામે ભુવાની મુલાકાત લઈ પોલીસ ફરીયાદ દાખલ કરશે .

Visit Saurashtra Kranti Homepage here

અરે અંધશ્રધ્ધા: દોઢ મહિનાની બાળકીને ભુવાએ ડામ દીઢા બાળકી

 બનાવની વિગતમાં મૂળ મધ્યપ્રદેશના વતની ગુજરાતમાં મજુરી કામ કરતા અંકલેશ ભુરીયા તેની દોઢ મહીનાની દિકરીને શરીરમાં તાવ અને આંચકી આવતા દાહોદના કતવારા ગામના ભુવા પાસે લઈ જતા ભુવાએ છાતી ઉપર ત્રણ ગરમાગરમ ડામ આપીને જન્યૂ કૃત્ય કરવાના કારણે અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે . પિતાએ જણાવ્યું હતું કે,  મધ્યપ્રદેશમાં રોગ મટાડવા માટે ડામ દેવાની પ્રથા પ્રચલિત છે .

વતનથી પરત આવતા હતા ત્યારે દાહોદ ઉતરી જઈને કતવારા ગામના ભુવા પાસે સારવાર માટે લઈ ગયા હતા . ભુવાને આંચકી અને તાવથી સારું થતું નથી તેથી દાણા જોવા કહ્યું હતું. ભુવાએ બાળકીને ત્રણ ડામ આપવાથી સારું થઈ જશે તેવું વચન આપેલ . અમે સંમતિ આપતા ભુવાએ દોઢ મહીનાની બાળકની છાતીના ભાગે ત્રણ ડામ આપ્યા . બાદ અમો ગોંડલ પરત આવ્યા . બાળકીને સારું ન થતા છાતીના ભાગે ઈન્ફેકશન લાગી જતા , બાળકીનો જીવ જોખમમાં મુકાતા સ્થાનિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી . તેમને રાજકોટ લઈ જવા માટે સલાહ આપતા , અમો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવ્યા છીએ .

બાળકીને અસહ્ય દુઃખાવો અને ત્રણ – ચાર દિવસથી આંખનું મટકું મારેલ નથી અને માતાનું દુધ પણ પીતી નથી તેથી ડોકટરોએ તાત્કાલિક સારવાર શરૂ કરતા રાહત થઈ છે . ભુવાના આ કૃત્યથી બાળકીનો જીવ જોખમમાં છે તેવું અમો માનીએ છીએ . અમોએ અંધશ્રદ્ધામાં આ કૃત્ય કરેલ છે .

Read About Weather here

જાથાના ચે૨મેન – એડવોકેટ જયંત પંડયા અને તેની ટીમે સિવિલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લેતા ડોકટરોએ સહકાર આપી ભવિષ્યમાં બનાવનું પુનરાવર્તન ન થાય તે માટે બાળકીની માતાનો પરિચય કરાવ્યો અને સારવાર હેઠળ બાળકીને બતાવવામાં આવેલ . બાળ નિષ્ણાંત ડોકટરોએ કહ્યું કે બાળકીની હાલત સ્થિર છે. અમો અત્યારે સતત તેની દેખરેખ રાખી રહ્યા છીએ તેમજ સારામાં સારી સારવાર આપી રહ્યા છીએ.

મા – બાપની અજ્ઞાનતાના કારણે આ કૃત્ય થયું છે. જાથાએ તેના માતા – પિતાને જણાવ્યું કે, આ જઘન્ય કૃત્ય માફ કરવા યોગ્ય નથી . પરિવાર અને ભુવો જેલના સળીયા પાછળ ધકેલાઈ જાવ તેવું આ કૃત્ય છે . જાથા ડામ આપવાની પ્રથાની સદૈવ નિંદા કરે છે . અંધશ્રદ્ધાળુ પરિવાર જુની માન્યતામાં જડ વલણ ધરાવે છે તેને કાયદાની વાત આવતા રડવા લાગ્યા હતા . ભવિષ્યમાં આવું કૃત્ય નહીં કરે તેવું કથન કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here