સવારે આઠ વાગ્યાની આસપાસ મૂળ નેપાળનો વતની યુવક અને સચિન વિસ્તારમાં મિત્ર સાથે રૂમ રાખીને રહેતો હતો. સુરતના પાંડેસરા વિસ્તારમાં BRTS રૂટમાં ST બસની અડફેટે આવી જતાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપ્યું હતું સવારના સમયે પાંડેસરા યુનિટી એસ્ટેટ બાટલીબોય પાસે કામનાથ મહાદેવ પાસે CNG પંપની સામેથી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
તે દરમિયાન એસટી બસની અડફેટે આવી જતાં મોતને ભેટ્યો હતો.મૂળ નેપાળનો રહેવાસી અને સચિન વિસ્તારમાં મિત્ર સાથે ભાડાની રૂમમાં રહેતો સુભાષ રાકેશ પાસીના (ઉ.વ.આ.19)ના સવારના આઠ વાગ્યાની આસપાસ પાંડેસરા વિસ્તારમાં રસ્તો ક્રોસ કરીને બીઆરટીએસ રૂટમાંથી પસાર થતો હતો. એ દરમિયાન બીલીમોરાથી મોડાસા જતી બસની અડફેટે આવી ગયો હતો. જેથી ઘટના સ્થળે માથું ફાટી જતાં મોતને ભેટ્યો હતો.
Read About Weather here
બીજી તરફ અકસ્માત નીપજાવનાર એસટીના ચાલક પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતાં. જેથી તેમની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.સમગ્ર કેસની સાથે જોડાયેલા પીએસઆઈ કે.ડી.પટેલએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં ઘટના સ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતું. જેથી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here