અમેરિકામાં હથિયારો સાથે લૂંટારાઓએ ભારતીય જ્વેલરને લૂંટી લીધો

અમેરિકામાં હથિયારો સાથે લૂંટારાઓએ ભારતીય જ્વેલરને લૂંટી લીધો
અમેરિકામાં હથિયારો સાથે લૂંટારાઓએ ભારતીય જ્વેલરને લૂંટી લીધો
આ ઘટના 10 જૂનની છે. લૂંટારાઓએ નકાબ પહેરેલો હતો અને તેમના હાથમાં હથિયાર હતા તેથી તેમની ઓળખ થવી મુશ્કેલ છે. અમેરિકાના ન્યૂજર્સીમાં એક ભારતીય જ્વેલર્સમાં 8-10 બુરખાધારીઓએ ગણતરીની મીનિટોમાં આખુ જ્વેલર્સ લૂંટી લીધું છે. આ જ્વેલર્સનું નામ વિરાની જ્વેલર્સ છે.  જોકે લૂંટ દરમિયાન તેમણે કર્મચારીઓને કોઈ નુકસાન પહોંચાડ્યું નથી. આ સમગ્ર ઘટના જ્વેલર્સની અંદર લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.વીડિયોમાં દેખાય છે કે, સ્ટોરનો જ એક કર્મચારી જ્યારે સ્ટોરની અંદર આવે છે ત્યારે તેની પાછળ જ આઠથી નવ બુરખાધારી હાથમાં હથિયાર લઈને જ્વેલર્સમાં ઘૂસી જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

એક ચોર જ્વેલર્સના દરવાજા પાસે ઉભો રહે છે જેથી બીજુ કોઈ અંદર ના આવી શકે. જ્યારે બાકીના ચોર જ્વેલર્સમાં ઘૂસીને કર્મચારીઓને જમીન પર ઉંધા ઉંઘી જવાનો આદેશ આપે છે.ગણતરીની મીનિટોમાં જ લૂંટારાઓએ જ્વેલર્સના શો-કેસ તોડીને બધા દાગીના અને કેશ લૂંટી લીધી હતી. જ્વેલર્સમાં પણ લૂંટારાઓએ કર્મચારીઓને ડરાવવા ગોળી ચલાવી હતી.

Read About Weather here

જોકે તેમણે કોઈ કર્મચારીને નુકસાન પહોંચાડ્યું નથી. લૂંટારાઓના ગયા પછી કર્મચારીઓએ પોલીસને ફોન કરીને માહિતી આપી હતી. વીડિયોમાં કર્મચારીઓ એકબીજા સાથે હિન્દી અને ગુજરાતીમાં વાત કરતા સંભળાય છે. સ્થાનિક પોલીસે હવે સમગ્ર વિસ્તાર કોર્ડન કરીને તપાસ શરૂ કરી દીધી છે.તેથી અંદાજ આવે છે કે, આ ભારતીયો દ્વારા સંચાલિત જ્વેલર્સ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here