અમેરિકાના રાષ્ટ્રપતિનો વીડિયો વાઇરલ…!

અમેરિકાના રાષ્ટ્રપતિનો વીડિયો વાઇરલ…!
અમેરિકાના રાષ્ટ્રપતિનો વીડિયો વાઇરલ…!
ભાષણ પૂરું થયા પછી બાઈડન એકલા હવામાં હાથ હલાવતા જોવા મળ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન ફરી એકવાર ચર્ચામાં જોવા મળ્યા છે. બાઈડન ગુરુવારે નોર્થ કેરોલિનામાં યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં ભાષણ આપી રહ્યા હતા.  આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.ખરેખર ઇવેન્ટમાં બાઈડન સાથે સ્ટેજ શેર કરનારું કોઈ નહોતું. રાષ્ટ્રપતિ બાઈડન એટલા ખોવાઈ ગયા કે તેમને યાદ ન રહ્યું કે તેઓ સ્ટેજ પર એકલા જ હતા.

Visit Saurashtra Kranti Homepage here

ભાષણ પૂરું કર્યા પછી તેઓ પોતાની જમણી તરફ વળ્યા અને ગોડ બ્લેસ યુ કહેતા કોઈની સાથે હાથ મિલાવવા માટે આગળ વધ્યા હતા. આ ભૂલ પછી, બાઈડન અચાનક દર્શકોની તરફ ફરી ગયા હતા.વીડિયો વાઇરલ થયા બાદ લોકોએ તેમની મજાક ઉડાવી છે અને ત્યાં સુધી કે તેમને ડિમેન્શિયાની બીમારીના દર્દી પણ કહી દીધા હતા. જ્યારે આ તરફ વિપક્ષ પણ તેમની વધતી ઉંમર બાબતે તેમની પર નિશાન સાધી રહ્યું છે.

Read About Weather here

79 વયના રાષ્ટ્રપતિના આ બદલાયેલી અંદાજથી સૌકોઈ આશ્ચર્યચકિત હતા.અગાઉ, બાઈડને તેમના ભાષણમાં જણાવ્યું હતું કે તેઓ આ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે પણ કામ કર્યું હતું, પણ તેમણે ક્યારેય કોઈ ક્લાસમાં ભણાવ્યું ન હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન આ દિવસોમાં એકદમ ગુમસૂમ નજરે પડી રહ્યા છે. આ પહેલાં પણ ગયા અઠવાડિયે એક ઈવેન્ટ દરમિયાન તેઓ ખૂબ જ પરેશાન જોવા મળ્યા હતા. સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પદ છોડ્યા પછી મેં પ્રથમ વખત વ્હાઇટ હાઉસ જોયું હતું.આ નિવેદન બાદ વિપક્ષ રિપબ્લિકન પાર્ટીએ પણ બાઈડનની બોલવાની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા છે અને તેમને રાજકીય રીતે નબળા ગણાવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here