અમીન માર્ગ પર બંગલામાં ચોકીદારની હત્યા: શકમંદની પૂછપરછ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
શહેરના અમીન માર્ગ પર વિદ્યાકુંજ સોસાયટીમાં ખોડલધામ પ્રમુખ નરેશભાઇ પટેલના વેવાઇના ઇશાવસ્યમ નામના બંગલોમાં ચારેક વર્ષથી ચોકીદારી કરતાં અક્ષર પાર્કના સોની વૃધ્ધ વિષ્ણુભાઇ ઘુચલાની ગત સાંજે પોણા આઠેક વાગ્યા પછી અજાણ્યા શખ્સે પાછળની સાઇડથી બંગલામાં ઘુસી ગળા પર ડિસમીસ કે બીજા કોઇ હથીયારના ઘા ઝીંકી હત્યા કરતાં સનસનાટી મચી ગઇ હતી. પ્રથમ ચોરીના ઇરાદે હત્યા થયાની ચર્ચા હતી બાદમાં કોઈ વસ્તુ ન ચોરાતા હત્યાનું કારણ સ્પષ્ટ થયું નહોતું. આ હત્યા અગાઉ નોકરીમાંથી છુટા કરાયેલા નેપાળીએ ખાર રાખીને કર્યાની શંકાને પગલે ક્રાઇમ બ્રાંચે શકમંદોને ઉઠાવી લઇ પુછતાછ શરૂ કરતાં ભેદ ઝડપથી ઉકેલાઇ જવાની શક્યતા છે.

Visit Saurashtra Kranti Homepage here

બનાવની જાણ થતાં જ ડીસીપી ઝોન-2 સુધીર દેસાઈ,  ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ડી.વી. બસીયા, એસીપી જી. એસ. ગેડમ, ક્રાઈમ બ્રાંચ પીઆઇ વાય. બી. જાડેજા, જે.વી. ધોળા, સહિત ક્રાઇમ બ્રાંચ, એસઓજીની ટિમો દોડી ગઈ હતી. વિષ્ણુભાઈ છેલ્લા 36 વર્ષોથી બંગલાના માલિક પ્રવીણભાઈની સાથે છે. છેલ્લા પાંચેક વર્ષથી તેઓ અહીં બંગલાની દેખભાળ કરી રહ્યા છે. રાતના 9 વાગ્યાની આસપાસ આવેલા અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નીપજાવી હતી. હત્યા બાદ આરોપી બંગલાના પાછળના ભાગેથી ફરાર થઈ ગયો હતો. હત્યા કરનારો શખ્સ જ્યારે હત્યા કરી ભાગી રહ્યો હતો ત્યારે મૃતકના પરિચયમાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પ્રથમ ચોરીના ઇરાદે ઘુસેલા શખ્સે હત્યા કર્યાનું સામે આવી રહ્યું હતું.

Read About Weather here

જોકે હાલ બંગલામાંથી કોઈ વસ્તુ ચોરાઈ હોય તેવું ધ્યાને ન આવતા હત્યા પાછળ બીજું કોઈ કારણ હોવાની શંકા છે.વિષ્ણુભાઇ ચારેક વર્ષથી બંગલાની દેખરેખ રાખતા હતા, તેમનો પરિવાર રૈયા ચોકડી પાસે યોગીનગરમાં રહે છે. ઘટનાસ્થળે પહોંચેલા રૂપેશભાઇ વિષ્ણુભાઈ સોની(ઉ.વ.40)એ જણાવ્યું હતું કે, રાત્રે 10 વાગ્યે તેમના પર ફોન આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે, તેમના પિતા વિષ્ણુભાઇ બીમાર પડ્યા છે, તાકીદે આવો, રૂપેશભાઇ બંગલે પહોંચતા જ તેમના પિતાનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો. તેઓ આઘાતમાં સરી પડ્યા હતા. હાલ બંગલાના અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ કબ્જે કરાયા છે. શંકસ્પદ હત્યારો શખ્સ બંગલામાં પ્રવેશે છે અને બહાર નીકળી ભાગે છે તેવા કેટલાક દ્રશ્યો સામે આવ્યા હતા જે બાદ ફૂટેજનું એનાલીસીસ અને હ્યુમન રિસોર્સની ગુનાનો ભેદ ઉકેલવા માટે મદદ લેવાઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here