અમરેલી જિલ્લાના અનેક પંથકમાં ધોધમાર વરસાદ

સૌરાષ્ટ્ર –કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 5થી 7 એપ્રિલે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર –કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 5થી 7 એપ્રિલે વરસાદની આગાહી
સાવરકુંડલાના વીજપડી ગામમાં ધોધમાર વરસાદ વરસતા રોડ- રસ્તા તેમજ શેરીઓમાં પાણી ફરી વળ્યાં હતાં.સાવરકુંડલા તાલુકામાં આજે ફરી ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજ્યના અનેક જિલ્લામાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જેને પગલે અમરેલી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે આજે સાવરકુંડલા તાલુકાના અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો.  

Visit Saurashtra Kranti Homepage here

તાલુકાના વિજપડી ગામમાં આજે અડધો ઇંચ ઉપરાંત વરસાદ પડ્યો હતો. જેના કારણે રોડ-રસ્તા તેમજ શેરીઓમાં પાણી પાણી જોવા મળ્યું હતું. હાડીડા, દાઢીયા સહિત આસપાસના ગામડામાં પણ સારો વરસાદ વરસ્યો હતો. જેથી ખેડૂતો હવે વાવણી કાર્ય કરવાની તૈયારી કરી રહ્યા છે. સમગ્ર જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સૌથી વધુ વરસાદ સાવરકુંડલા તાલુકાના ગામડામાં પડી રહ્યો છે.

Read About Weather here

ધારી, કુંકાવાવ, બાબરા વિસ્તારમાં ગઈ કાલે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે કેટલાક ગામડામાં નદી નાળા પણ છલકાયા હતા. ધોધમાર વરસાદના પગલે ધરતી પુત્રોને પણ આ વર્ષ સારૂ જાય તેવી આશા બંધાય છે. હાલ વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. તેમજ શહેરી વિસ્તાર સહિતના વિસ્તારોમાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે. જોકે, હજુ પણ દરિયાઈ કોસ્ટલ બેલ્ટ સહિત અનેક તાલુકામાં વરસાદ પડ્યો નથી. ત્યારે અન્ય તાલુકામાં પણ વરસાદ આવે તેવી ખેડૂતો સહિતના લોકો આશા રાખી રહ્યા છે.હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી આપવામાં આવી હતી, એ પ્રમાણે અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here