ફાયર વિભાગને મહિનાઓ બાદ ખબર પડી કે મેડિકલ કોલેજમાં ફાયર સેફટી જ નથી
ફાયર સેફટી વિભાગે જે કોઈ બિલ્ડીંગમાં ફાયર સેફટી નહી હોય તે તમામને સીલ કરવાની તૈયારી કરી
(મિલાપ રૂપારેલીયા દ્વારા)
અમરેલીમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થઈને પાંચેક વર્ષથી કાર્યરત થયેલ મેડિકલ કોલેજમાં ફાયર સેફટીની સુવિધા જ ન હતી. અને કોઈ પૂછવાવાળુ જ ન હતું. પરંતુ, ફાયર સેફટી વિભાગે કોલેજને સીલ મારી દીધું. ત્યારે, અત્યાર સુધી ફાયર વિભાગ કઈ નિંદ્રામાં સૂઈ ગયો હતો તેવો પ્રશ્ર્ન ઉભો થઈ રહયો છે. હજુ પણ શહેરમાં અનેક બિલ્ડીંગોમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહયો છે.
Visit Saurashtra Kranti Homepage here
શાંતાબા મેડિકલ કોલેજ એજયુકેશન કેમ્પસને પહેલીવખત સીલ મારી કાર્યવાહી કરવામાં આવતા કોલેજ વિવાદ સાથે શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આટલા મોટા આધુનિક બિલ્ડીંગ હોવા છતાં સેફટીના સાધનો ન હોવાને કારણે કોલેજના સતાધિશો સામે પણ સવાલો ઉઠી રહયા છે. અમરેલી ફાયર સેફટી વિભાગના ઓફિસર ટીમ સાથે મેડિકલ કોલેજે ધસી ગયેલ હતા અને કોલેજને સીલ કરી દેવામાં આવી હતી. શહેરના અલગ-અલગ વિસ્તારમાં આવેલી બિલ્ડીંગની તપાસણી શરૂ કરવામાં આવી છે અને ફાયર સેફટીનો અભાવ જોવા મળશે ત્યાં ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
Read About Weather here
અમરેલી ફાયર ઓફિસર એચ.સી. ગઢવીએ જણાવ્યું ગુજરાતમાં ફાયર સેફટી સુવિધા ઉભી કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વિવિધ બિલ્ડીંગમાં ચકાસવામાં આવશે. શાંતાબા મેડિકલ કોલેજમાં સીલની કાર્યવાહી કરી હજુ અન્ય બિલ્ડીંગમાં પણ ફાયર સેફટીનો અભાવ જોવા મળશે તો કાર્યવાહી હાથ ધરાશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here