અકસ્માતથી બોલેરો પીકઅપનો પાછળનો ભાગ તથા ટ્રેકટરની ટ્રોલીઅલગ થઈ ગયા
(મિલાપ રૂપારેલીયા દ્વારા)
અમરેલીનાં કામનાથ સરોવર ઉપરના પુલ ઉપર ગઈકાલે રાત્રિનાં આઠેક વાગ્યાના સુમારે એક ટ્રેકટર અને પીકઅપ વાન વચ્ચે જોરદાર અકસ્માત સર્જાતા ટ્રોલી ટ્રેકટરથી છુટી પડી જતાં પાણીમાં ખાબકતાં પાંચ જેટલા મજુરોને ઈજા થતાં સારવારમાં ખસેડાયેલ હતા. અકસ્માતમાં પીકઅપ વાનનો પાછળનાં ભાગ પણ અલગ થઈ ગયેલ હતો.
Visit Saurashtra Kranti Homepage here
પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે રાત્રિના આઠ વાગ્યાનાં સુમારે અમરેલી શહેરના કામનાથ સરોવર ઉપર આવેલા રેલીંગ વગરના જુના પુલ ઉપર એક એક પીકઅપ વાન અને ટ્રેકટર-ટ્રોલી વચ્ચે અકસ્માત સર્જાયેલ હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે, ટ્રેકટરની ટ્રોલી ટ્રેકટરથી તુટી જઈ અને અલગ થઈ અને પુલ નીચે નદીના પાણીમાં ખાબકેલ હતી. આ અકસ્માતની ઘટનામાં પીકઅપ વાનનો પાછળનો ભાગ અલગ થઈ ગયેલ હતો. આ ટ્રેકટરની ટ્રોલીમાં પાંચ જેટલા શ્રમિકો સવાર હોવાનું સ્થાનિક રાહદારીઓએ જણાવેલ હતું.
Read About Weather here
જેમાં બે જેટલા મજુરો ટ્રોલી સાથે પાણીમાં ખાબકેલ હતા. જેમને સ્થાનિક રહિશોએ બહાર કાઢેલ હતા. તેમજ અન્ય ત્રણ મજુરોને પણ ઈજા થયેલ હતી. પાંચેય મજુરોને 108માં સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવેલ હતા. અકસ્માત સર્જાતાં પુલ ઉપર રાહદારીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયેલ હતા. અકસ્માતમાં મોટી જાનહાની ટળેલહતી. પાંચેય મજુરોને સામાન્ય ઈજા થયાનું સ્થાનિક સુત્રોએ જણાવેલ હતું.ઘટના અંગે હજુ પોલીસમાં કોઈ જાહેરાત થયેલ નથી. દવાખાને સારવારમાં ખસેડાયેલા રાકેશ છગનભાઈ કાલેણા (ઉ.વ.30) નિલેશ કાળુભાઈ (ઉ.વ.ર4) સુનિલ ખીમસી બારીયા ઉ.વ.ર4, જીતેન્દ્ર ફતેસીંગ બારીયા ઉ.વ.ર1, દિનેશ રમેશભાઈ બારીયા (ઉ.વ.રપ) ને સામાન્ય ઈજા થયેલ હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here