વાદળ ફાટવાની ઘટના પવિત્ર ગુફાના બે કિલોમીટરના વિસ્તારમાં સર્જાઈ છે.ગુફામાં ફસાયેલા યાત્રીઓને પંચતરણી લઈ જવામાં આવ્યા છે. અમરનાથ ગુફા નજીક વાદળ ફાટવાની ઘટના સર્જાઈ છે. આ ઘટના શુક્રવારે 5:30 વાગ્યાની છે. જે સમયે વાદળ ફાટ્યું તે સમયે ગુફા નજીક 10થી 15 હજાર શ્રદ્ધાળુઓ ઉપસ્થિત હતા. સ્થાનિક ન્યૂઝ એજન્સીએ 3 મહિલા સહિત 15 શ્રદ્ધાળુના મોત થયા છે. 45 શ્રદ્ધાળુ ફસાયા છે. એરફોર્સ પણ રાહત અને બચાવ કાર્યમાં જોડાયું છે.પહાડોમાંથી પાણીનો પ્રવાહ એક સાથે વહેવા લાગ્યો હતો, જેને પગલે શ્રદ્ધાળુઓ માટે લગાવવામાં આવેલા આશરે 25 ટેંટ અને ત્રણ લંગર તેમા વહી ગયા હતા.


Visit Saurashtra Kranti Homepage here
વરસાદને લીધે આ વિસ્તારમાં પૂરના પાણી ભરાઈ ગયા હતા અને લોકો તેની ઝપટમાં આવી ગયા હતા. અનેક શ્રદ્ધાળુઓ ગુમ થયા છે અને તેઓ પાણીના પ્રવાહમાં વહી ગયા હોવાની આશંકા છે. આ ઘટના બાદ સેના, ITBP, CRPF, BSF, NDRF અને SDRF ઉપરાંત જમ્મુ-કાશ્મીર પોલીસની ટીમે બચાવ કાર્ય હાથ ધર્યું છે. NDRFના DF અતુલ કરવાલે જણાવ્યું કે લોકોને સુરક્ષિત રીતે કેમ્પ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.
ઈજાગ્રસ્તોને એરલિફ્ટ કરી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.આ ઘટના બાદ PM નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા સાથે વાતચીત કરી હતી. તેમણે આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું અને પીડિત લોકોને શક્ય તમામ મદદ કરવા વાત કહી હતી. વાદળ ફાટવાની ઘટના આશરે 5:30 વાગે સર્જાયા બાદ ગુફા નજીક મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો હતો.
Read About Weather here
ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)ના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર કહ્યું કે બાબા અમરનાથજીની ગુફા નજીક વાદળ ફાટવાથી આવેલા ફ્લેશ ફ્લડ અંગે મે LG મનોજ સિંહા જી સાથે વાત કરી સ્થિતિ અંગે જાણકારી મેળવી છે. લોકોના જીવ બચાવવા તે અમારી પ્રાથમિકતા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here