અમદાવાદમાં ટૂ-વ્હીલર માટે પ્રતિ કલાક પાર્કિંગ ચાર્જ વસૂલવા વિચારણા

અમદાવાદમાં ટૂ-વ્હીલર માટે પ્રતિ કલાક પાર્કિંગ ચાર્જ વસૂલવા વિચારણા
અમદાવાદમાં ટૂ-વ્હીલર માટે પ્રતિ કલાક પાર્કિંગ ચાર્જ વસૂલવા વિચારણા

અપનાવીને પોતાની એક નવી પોલિસી તૈયાર કરી છે. રાજ્ય સરકાર આ પાર્કિંગ પોલિસી પર વિચારણા કરીને બે-ત્રણ સપ્તાહમાં ેનો અમલ શરૂ કરવા મંજૂરી આપી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

અમદાવાદમાં જાહેર સ્થળો, મોલ, જાહેર રસ્તાઓ અને રહેણાક આસપાસના પાર્કિંગ મુદ્દે આ પોલિસીમાં ઘણી બાબતો આવરી લેવાશે, જેમાં ફ્રી પાર્કિંગ અને પેઈડ પાર્કિંગના મુદ્દાઓ પણ આવરી લેવાશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સુરત કોર્પોરેશને તૈયાર કરેલી પાર્કિંગ પોલિસીનેશહેરમાં જાહેર રસ્તા પર 12 મીટર કે તેથી વધુ પહોળાઈના રોડ પર રસ્તાની એક બાજુ પાર્કિંગ સ્પેસ એલોકેટ કરવાની વિચારણા કરવામાં આવી છે.

આ ઉપરાંત, નજીકના વિસ્તારની પાર્કિંગ સ્પેસની માહિતી મળી રહે અને પાર્કિંગ માટેનું એડવાન્સ પેમેન્ટ કરી શકાય એવી એપ કે ટેક્નોલોજી અમલમાં લાવવાની પણ વિચારણા થઇ રહી છે.

આ સાથે દિવ્યાંગો અને સિનિયર સિટિઝન્સ માટે 10 ટકા પાર્કિંગ સ્પેસ ખાલી રાખવાની પણ વિચારણા કરવામાં આવી રહી છે.

જાહેર રસ્તાઓ અને રહેણાક આસપાસના પાર્કિંગ મુદ્દે આ પોલિસીમાં આવરી લેવાશે. અમદાવાદમાં ટ્રાફિક જંકશન અને ઝેબ્રા ક્રોસિંગથી પાર્કિંગ સ્પેસ દૂર રાખવા વિચારણા થઇ રહી છે.

સ્થાનિક વિસ્તારોમાં ખાલી રહેતા પાર્કિંગ સ્પેસ માટે શેરિંગ વાળા પાર્કિંગ ઉભા કરવા વિચારણા થઇ રહી છે. આ ઉપરાંત, પાર્કિંગ સ્પેસ માટે વાર્ષિક પરમીટ ઈશ્યુ કરવા માટેની પણ વિચારણા છે.

ટુ વહીલર માટે વિસ્તાર પ્રમાણે પ્રતિ કલાક 10થી 15 રૂપિયાનો ચાર્જ વસૂલવા અને ફોર વહીલર માટે 20થી 25 રૂપિયા ચાર્જ વસૂલવાની પણ વિચારણા અને

પાર્કિંગ ચાર્જથી ભેગી થયેલી રકમ રસ્તાના રિસરફેસિંગ અને પેચ વર્ક માટે ઉપયોગમાં લેવા પણ વિચારણા કરવામાં આવી રહી છે. તે ઉપરાંત ટ્રાફિક વિભાગના સંકલનમાં ટોઇંગ માટેની SOP બનાવવા પણ વિચારણા થઇ રહી છે.

ગુજરાતના શહેરોમાં જાહેર સ્થળોએ પાર્કિંગ કરવા માટે જગ્યા નથી. તાજેતરમાં યોજાયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગુજરાતના મેટ્રો શહેરોમાં જાહેર સ્થળોએ પાર્કિંગની સમસ્યા છે

તેમજ મૉલ અથવા અન્ય બજારોમાં પણ પૂરતા પ્રમાણમાં પાર્કિંગની વ્યવસ્થા નથી. આ એક અત્યંત ગંભીર મુદ્દો છે. પાર્કિંગની અગવડને કારણે નાગરિકોએ રોડ પર પોતાના વાહનો પાર્ક કરવા પડે છે.

રાજ્ય સરકાર દ્વારા પાર્કિંગ માટે કોઈ નક્કર નીતિ અથવા માર્ગદર્શિકા જાહેર કરવામાં નથી આવી.

રાજ્યના પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગના એડિશ્નલ ચીફ સેક્રેટરી એમ કે દાસે સપ્ટેમ્બરમાં રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે શહેરીકરણનો વિષય તદ્દન જટિલ અને કુશળતાનો વિષય છે,

જેથી શહેરીકરણનું વિશેષ જ્ઞાન ધરાવતા અધિકારીઓ દ્વારા જ પાર્કિંગ અંગેની પોલિસી ઘડી શકાય એમ છે. જેથી પાર્કિંગ પોલિસી અને તેનું અમલીકરણ ગુજરાતના પરિવહન વિભાગના કાર્યક્ષેત્રમાં નથી.

પરંતુ પાર્કિંગ પોલિસીના અમલીકરણમાં પરિવહન વિભાગની સહાયક ભૂમિકા છે. શહેરી વિકાસ અને ગૃહ વિભાગને પરિવહન વિભાગ તેનો સંપૂર્ણ સહકાર આપશે.

Read About Weather here

તે ઉપરાંત જ્યાં પણ જરૂર હોય ત્યાં પાર્કિંગ અને ટ્રાફિક સમસ્યાને ઉકેલવા શહેરી વિકાસ અને ગૃહ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા નિર્દેશો અને માર્ગદર્શિકાઓના અમલીકરણ માટે પણ મદદરૂપ થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here