અભિએ એશ ને દીકરી સાથે ડાન્સ કર્યો હતો. ઐશ્વર્યા તથા આરાધ્યા પણ ખુરશીમાં બેઠાં બેઠાં ડાન્સ કરતાં હતાં.અભિષેકે વ્હાઇટ શેરવાની, જીન્સ તથા સ્નીકર્સ પહેર્યાં હતાં. ઐશ્વર્યા બ્લેક ગાઉનમાં હતી અને આરાધ્યા પિંક આઉટફિટમાં હતી. અબુ ધાબીમાં ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી અવોર્ડ્સ (IIFA 2022)નું આયોજન કરવામાં આવ્યું હતું. ચાર જૂનના રોજ IIFA અવોર્ડ્સ નાઇટ યોજાઈ ગઈ.
Visit Saurashtra Kranti Homepage here
અભિષેક બચ્ચને ધમાકેદાર ડાન્સ પર્ફોર્મન્સ આપ્યું હતું.અભિષેક IIFAના સ્ટેજ પર ડાન્સ કરતો હતો. ડાન્સ કરતાં કરતાં અભિષેક સ્ટેજ પરથી નીચે આવ્યો હતો અને જ્યાં પત્ની એશ ને દીકરી આરાધ્યા બેઠી હતી ત્યાં ગયો હતો. અન્ય એક વીડિયોમાં અભિષેક બચ્ચન સ્ટેજ પરથી દીકરીને આઇ લવ યુ કહેતો સાંભળવા મળ્યો હતો.ઉલ્લેખનીય છે કે એશ-અભિ છેલ્લે 2009માં IIFA અવોર્ડ્સમાં હાજર રહ્યા હતા. 13 વર્ષ બાદ તેઓ સાથે જોવા મળ્યા હતા.IIFA અવોર્ડ સેરેમનીને સલમાન ખાન, રિતેશ દેશમુખ તથા મનીષ પોલે હોસ્ટ કરી હતી. . સઈ તમહાંકરને ‘મિમી’ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટર ફીમેલ, ‘લુડો’ માટે પંકજ ત્રિપાઠીને બેસ્ટ એક્ટર સપોર્ટિંગ મેલ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Read About Weather here


’83’ના ગીત ‘લહરા દો..’ માટે કૌસર મુનીરને બેસ્ટ લિરિક્સનો અવોર્ડ મળ્યો હતો. ’83’ માટે કબીર ખાન, સંજય પુરન સિંહ ચૌહાણને બેસ્ટ સ્ટોરી અડોપ્ટેડ અવોર્ડ મળ્યો હતો. બેસ્ટ ફિલ્મનો અવોર્ડ ‘શેરશાહ’ને મળ્યો હતો.શાહિદ કપૂરે સ્વ. મ્યૂઝિક કમ્પોઝર બપ્પી લહેરીના ગીતો પર ડાન્સ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અવોર્ડ નાઇટમાં અનન્યા પાંડે, સારા અલી ખાને પણ પર્ફોર્મન્સ આપ્યું હતું.વિકી કૌશલને ફિલ્મ ‘સરદાર ઉદ્યમ’ માટે બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળ્યો હતો. ક્રિતિ સેનને ‘મિમી’ માટે બેસ્ટ એક્ટ્રેસના અવોર્ડથી નવાજમાં આવી હતી. ‘બંટી ઔર બબલી 2’ માટે શરવરી વાઘને બેસ્ટ ફીમેલ ડેબ્યૂ, ‘તડપ’ માટે અહાન શેટ્ટીને બેસ્ટ મેલ ડેબ્યૂનો અવોર્ડ મળ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here