રાજકોટના યાજ્ઞીક રોડ પર આવેલા શોરૂમમાં શનિવારે સાંજે 1.48 કરોડના સોનાના દાગીનાની લૂંટ થઈ હતી. શનિવારે સાંજે બજરંગવાડી વિસ્તારમાંથી પિતા-પુત્રીએ દાગીના ઘરે જોવા મગાવ્યા હતા. આથી કર્મચારી 1.48 કરોડના દાગીના ભરેલું બોક્સ લઇને બજરંગવાડી વિસ્તારમાં ગયો હતો ત્યારે એક પુત્રીએ તેમના હાથમાંથી બોક્સ ઝુંટવી લીધી હતી અને કારમાં ભાગી ગયા હતા. જોકે પોલીસને જાણ થતા જ ગણતરીની કલાકોમાં જ પુત્રીને ઝડપી લીધી હતી.
Visit Saurashtra Kranti Homepage here
પ્રાપ્ત વિગત મુજબ યાજ્ઞીક રોડ પર શોરૂમમાંથી 1.48 કરોડના સોનાના દાગીન જોવાના બહાને બજરંગવાડીમાં ઘરે મગાવી પિતા-પુત્રીએ લૂંટ ચલાવી હતી. ત્યારે પુત્રીએ સોનાના દાગીના ભરેલું બોક્સ શોરૂમના કર્મચારીના હાથમાંથી ઝુંટવી કારમાં ભાગી ગઈ હતી. જોકે દાગીના સાથે ગાંધીગ્રામ પોલીસે પુત્રીને ઝડપી લીધી હતી અને તેના પિતાની શોધખોળ હાથ ધરી છે. ગાંધીગ્રામ પોલીસના પીઆઇ જી.એમ. હડિયા,પીએસઆઇ જનકસિંહ જે. રાણા અને તેની ટીમે ગુનો ઉકેલતા શો રૂમના સંચાલકે રહત અનુભવી હતી.
શો રૂમમાં કર્મચારી વિશાલ લલિતભાઈ શુક્લે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે આરોપી તરીકે બિલ્કિશબેન, તેના પિતા અને પુત્રનું નામ આપ્યું છે. આથી પોલીસે આ ત્રણેય વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી બિલ્કિશની ધરપકડ કરી છે,આ બિલ્કિશ હત્યાના ગુનામાં પણ સંડોવાયેલી છે. ઉપરાંત દારૂ, મારા મારી, ધમકી સહિતની કલમો હેઠળ પણ અગાઉ પકડાઈ ચુકી છે. જ્યારે અન્ય બેની શોધખોળ હાથ ધરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ બિલ્કિશ તેના પિતા અને કેનોને પૂર્વ આયોજીત કાવતરૂ રચી શો-રૂમમાંથી દાગીના ખરીદવા માટે ફરિયાદીને બોલાવ્યા હતા.
ફરિયાદી પાસે રહેલા સોના દાગીના જેમાં સોનાના બુટી સહિતના 5 સેટ, સોનાની 12 બંગડી, સોનાના 3 ચેઇન, સોનાના 2 મંગળસુત્ર, સોનાના 4 વિંટી સહિત આ તમામનું વજન 1807.980 ગ્રામ જેની કિંમત 97,34,267 થાય છે. તેમજ રિયલ ડાયમંડના દાગીના જેમાં 5 બ્રેસલેટ, 9 વિંટી, 1 નેકલેસ અને 1 પેન્ડલસેટનું વજન 357.720 ગ્રામ અને તેની કિંમત 51,09,015 રૂપિયા થાય છે. આ બન્નેની મળીને કિંમત 1,48,43,282 રૂપિયા થાય છે. આ તમામ દાગીનાનું બોક્સ આરોપી બિલ્કીસે પડાવી આરોપી બિલ્કિશના પિતા અને કેનોને ફરિયાદીને પકડી રાખ્યા હતા. બાદમાં બન્નેએ ધક્કો મારી ઘરની બહાર નીકળી ગયા હતા. બાદમાં બિલ્કિશ સહિત ત્રણેય આરોપીએ પોતાના મકાનને તાળુ મારી ક્રેટા કારમાં નાસી છૂટ્યા હતા.
Read About Weather here
આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર જી.એમ.હડીયા તથા પો.સબ.ઇન્સ એ.એલ.બારસીયા તથા જે.જી.રાણા તથા એચ.વી.સોમૈયા તથા એ.એસ.આઇ. હીરાભાઇ રબારી તથા પો.હેડ.કોન્સ. ખોડુભા જાડેજા તથા સંજયભાઇ કુમરખાણીયા પો.કોન્સ. મહેશભાઇ કછોટ તથા ગોપાલભાઇ બોળીયા તથા સંદીપભાઇ અવાડીયા તથા ભરતભાઇ ચૌહાણ તથા કિશોરભાઇ ઘુઘલ તથા સબીરભાઇ મલેક તથા કનુભાઇ બસીયા તથા પો.હેડ.કોન્સ. વિરેન્દ્રસિંહ ઝાલા તથા મૌલિકભાઇ સાવલીયા તથા હરપાલસિંહ જાડેજા તથા રાહુલભાઇ ગોહેલ તથા પો.કોન્સ. જેન્તીગીરી ગોસ્વામી તથા અમિનભાઇ ભલુર તથા મનિષભાઇ સોઢીયા તથા જયપાલસિંહ સરવૈયા તથા ધર્મરાજસિંહ ઝાલા સહિતે કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here