અબોલ સાથે ક્રૂરતા…!

અબોલ સાથે ક્રૂરતા...!
અબોલ સાથે ક્રૂરતા...!
સુરતમાં ન્યૂ બોમ્બે માર્કેટ પાસે સુરત મહાનગરપાલિકાની કચરાની પેટી મુકવામાં આવી છે. પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા અને કિસ્સાઓ સમયાંતરે સામે આવતા હોય છે. આ પેટીમાં પ્લાસ્ટિકની થેલીમાં શ્વાન અંદર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી રાહદારીઓ એકત્રિત થઈ ગયા હતા. ત્યારબાદ કચરાપેટીમાંથી શ્વાનને બહાર કાઢવામાં આવ્યો હતો. પ્લાસ્ટિકની બેગમાં જીવિત શ્વાનને બાંધીને કચરાપેટીમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

કચરાપેટીમાંથી શ્વાનને રાહદારીએ બહાર કાઢયું હતું. - Divya Bhaskar

રાહદારીઓએ એનિમલ ડોક્ટરને બોલાવીને શ્વાનને સારવાર અપાવી હતી.કોઈક અજાણ્યા ઈસમ દ્વારા બાઈક ઉપર આવીને માર્કેટની નજીકના શ્વાનને કચરાપેટીમાં ફેંકી ગયા હતા. રાહદારીઓને જાણ થતાં તેઓ પોતે કચરાપેટીમાં ઉતર્યા હતા. જે પ્લાસ્ટિકની બેગમાં શ્વાન હતો. તે કોથળીને કચરાપેટીમાંથી બહાર કાઢી પ્લાસ્ટિકની બેગ ખોલવામાં આવી હતી. શ્વાન બહાર આવતા તે અસ્વસ્થ જણાતો હતો.

પ્લાસ્ટિકની થેલીમાં બાંધીને શ્વાનને ફેંકી દેવામાં આવ્યું હતું.

Read About Weather here

શ્વાનને કોઈ તકલીફ ન થાય તેના માટે એનિમલ ડોક્ટરને પણ તાત્કાલિક અસરથી રાહદારી દ્વારા બોલાવવામાં આવ્યા હતા. જીવિત મુંગા જાનવરો સાથે આ રીતે ક્રૂરતા ભરી માનસિકતાથી ફેંકવામાં આવતા પશુ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડોક્ટરને બોલાવ્યા બાદ શ્વાનને સારવાર આપવામાં આવી હતી. તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી રહી છે, કારણ કે એક રાહદારીએ તેને કચરાપેટીમાં શ્વાનને જોયો હતો.મોટરસાયકલ પર પ્લાસ્ટિકની બેગમાં ભરીને શ્વાનને ફેકનાર કોણ હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here