અન્યનું તો એક વાંકું, પણ અઢારેય અંગ વાંકા હોય તો શું કહેવું?

અન્યનું તો એક વાંકું, પણ અઢારેય અંગ વાંકા હોય તો શું કહેવું?
અન્યનું તો એક વાંકું, પણ અઢારેય અંગ વાંકા હોય તો શું કહેવું?
રાજકોટમાં હમણાં- હમણાં થોડા દિવસ પહેલાથી સ્વચ્છતા જાળવવા માટે મનપાએ એક નવો આદેશ અમલમાં મુક્યો છે. પાણી બચવવા માટેનાં મૂળ આશય સાથે બહાર પાડેલો ફતવો એવું ચેતવે છે કે, રાજકોટવાસીઓ ખબરદાર, જો પાણીથી ઘરનું આંગણું ધોયું તો પણ દંડ ભરવા તૈયાર થઇ જજો. વાત સારી છે પણ ઘરનાં આંગણામાં ગંદકી તો થવાની જ છે, પવનથી ઉડીને કચરો અને ઝાડ-પાનનાં પાંદડા પણ જમા થાય છે તેનું શું? શહેરમાં રહેતા નાગરિકો પર દંડની તલવાર લટકાવી રાખવામાં આવી છે પણ જ્યાં સૌથી વધુ સુદ્રઢતા, સુખાકારી અને સાફસફાઈની જરૂર હોય એવી સેંકડો હજારો લોકોને સ્પર્શતી ઈમારતને ગંદકીનો રોગ વળગી ગયો હોય તો કોણ કહેવા જશે?

Visit Saurashtra Kranti Homepage here

અમારા તસ્વીરકારે તેના કેમેરામાં કેદ કરેલી સિવિલ હોસ્પિટલનાં વિવિધ વિભાગોનાં પરિસરની અવદશા રાજકોટવાસીઓની આંખો પહોળી કરી નાખે તેવી છે. અહીં બાયોમેડીકલ વેસ્ટ ભેગું કરવા માટે એક ખાસ રૂમ બનાવવામાં આવ્યો છે. પણ તસ્વીરમાં આપ જોઈ શકો છો કે તમામ વેસ્ટ રૂમની બહાર આજુબાજુ વેરાયેલો પડ્યો છે અને સિવિલમાં આવનારાનાં આરોગ્ય પર ગંભીર પ્રકારનો ખતરો ઉભો કરી રહ્યો છે. એટલે જ રાજકોટ સિવિલને અસુવિધા અને અગવડોનું સરનામું કહેવામાં આવે છે. એક દર્દી પગમાં પાટા બંધીને સ્ટ્રેચરની રાહ જોઈ રહ્યો છે. સિવિલમાં સ્ટ્રેચર નથી એવું નથી પણ એ બધા સ્ટ્રેચર ઈમારતની અંદરની લોબીઓમાં ખડકી દેવામાં આવ્યા છે.

Read About Weather here

હદ તો ત્યાં થાય છે કે, આવા કેટલાય સ્ટ્રેચરને તાળું મારીને બાંધી રાખવામાં આવ્યા છે. આમાં બિચારા દર્દીના પરિવારજનો ખૂદ સ્ટ્રેચર લેવા જાય તો કઈ રીતે લાવી શકે? આ અને આવી અનેક અગવડતાઓનો રોજેરોજ હજારો દર્દીઓ અને પરિજનો સાક્ષાત અનુભવ કરતા રહે છે. અંદરનાં એટલે કે સિવિલ હોસ્પિટલનાં આંતરિક રસ્તા ગાડા માર્ગને પણ સારા કહેવડાવે તેવા થઇ ગયા છે. અહીંથી વ્હીલચેરમાં કે સ્ટ્રેચરમાં દર્દીને લઇ જવાતો હોય ત્યારે તેની કેવી હાલત થતી હશે એ દર્દી જાણે અને ભગવાન જાણે..!! આ રીતે આ સિવિલ ઊંટનાં અઢારેય વાંકા જેવી બની ગઈ છે. પણ સિવિલનાં સંચાલકો કે તંત્રવાહકોનાં ચહેરા પર શરમનાં શેરડા ક્યારે પડે છે એ ઝીલવા માટે અમારા તસ્વીરકાર રાહ જોઈ રહ્યા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here