અનિલ કપૂરનું ફિટનેસ સિક્રેટ

અનિલ કપૂરનું ફિટનેસ સિક્રેટ
અનિલ કપૂરનું ફિટનેસ સિક્રેટ
ચાહકો હંમેશાં એ વાત જાણવા ઉત્સુક હોય છે કે આખરે અનિલ કપૂર એવું તો શું કરે છે કે આટલો જવાન દેખાય છે. બોલિવૂડ સ્ટાર અનિલ કપૂર 65 વર્ષની ઉંમરે પણ એકદમ ફિટ છે. અનિલ કપૂરને જેટલાં વર્ષ થયા છે, તે ઉંમરમાં તો લોકોને ચહેરા પર કરચલી પડવા લાગે છે. જોકે, અનિલ કપૂર 65 વર્ષની ઉંમરે પણ યુવાનોને શરમાવે તે રીતે એક્ટિવ રહે છે. હાલમાં જ અનિલ કપૂરે ચાહકોના આ સવાલનો જવાબ આપ્યો છે.
અનિલ કપૂરનું ફિટનેસ સિક્રેટ કપૂર
અનિલ કપૂરનું ફિટનેસ સિક્રેટ કપૂર

Visit Saurashtra Kranti Homepage here

અનિલ કપૂરે સો.મીડિયામાં ફિટનેસ રૂટીન શૅર કર્યું છે. વીડિયોની શરૂઆતમાં અનિલ કપૂર પોતાના ફોનમાં આખા દિવસની એક્ટિવિટી ટ્રેક કરે છે. તે દિવસે અનિલ કપૂરે સાત કલાકને 24 મિનિટની ઊંઘ લીધી હતી.અનિલ કપૂરે રૂટિન ટ્રેક કર્યા બાદ સાઇકલિંગ કર્યું હતું. સાઇકલિંગ કર્યા બાદ અનિલ કપૂર ડાર્ટ્સ રમે છે. તે માને છે કે ડાર્ટ્સ રમવાથી એકાગ્રતા વધે છે.ડાર્ટ્સ રમ્યા બાદ અનિલ કપૂર વેઇટ લિફ્ટિંગ તથા આર્મ્સ એક્સર્સાઇઝ પર ફોકસ કરે છે.

આ વર્કઆઉટથી શરીર પર ચરબી જમા થતી નથી.વીડિયોમાં અનિલ કપૂરે કહ્યું હતું કે ફિટ રહેવા માટે વર્કઆઉટની સાથે સાથે ડાયટ પણ એટલું જ જરૂરી છે. અનિલ કપૂરે સલાહ આપી હતી કે તમારી બૉડીને જરૂર હોય એટલું ફૂડ જરૂરથી લેવું જોઈએ. ફૂડ ટેસ્ટ માટે નથી. સ્ટેમિના તથા સ્ટ્રેન્થ માટે યોગ્ય સમયે યોગ્ય ભોજન લેવું જરૂરી છે.વીડિયો શૅર કરીને અનિલ કપૂરે કેપ્શનમાં કહ્યું હતું, ‘લાઇટ કેમેરા તથા એક્શન શરૂ થાય તે પહેલાં હું મારી જાતને આ રીતે તૈયાર કરું છું.’હેર સ્ટાઇલિસ્ટ આલિમ હકીમે કમેન્ટ્ કરતાં કહ્યું હતું કે તમે દરેકની પ્રેરણા છો. અન્ય એક ચાહકે કહ્યું હતું કે તેને આ મોટિવેશનની જરૂર છે.

Read About Weather here

અન્ય એકે કહ્યું હતું કે તમે કમાલના છો.સાત જુલાઈથી કરનના ચેટ શો ‘કૉફી વિથ કરન’ની સાતમી સિઝન શરૂ થઈ રહી છે. અનિલ કપૂર આ શોમાં વરુણ ધવન સાથે જોવા મળશે. ઉલ્લેખનીય છે કે વરુણ ધવન તથા અનિલ કપૂરે ‘જુગ જુગ જિયો’માં સાથે કામ કર્યું હતું. અનિલ કપૂર હાલમાં જ ફિલ્મ ‘જુગ જુગ જિયો’માં વરુણ ધવન, નીતુ સિંહ તથા કિઆરા અડવાણી સાથે જોવા મળ્યો હતો. અનિલ કપૂર હવે હૃતિક રોશન તથા દીપિકા પાદુકોણ સાથે ‘ફાઇટર’માં જોવા મળશે. રણબીર કપૂર તથા રશ્મિકા મંદાના સાથે ‘એનિમલ’ પણ કામ કરી રહ્યો છે. આ ઉપરાંત અનિલ કપૂર ‘નો એન્ટ્રી’ની સીક્વલ ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’માં પણ છે.અનિલ કપૂરની મોટી દીકરી સોનમ કપૂર ઓગસ્ટમાં પ્રથમ સંતાનને જન્મ આપશે. સોનમ કપૂર તથા આનંદ આહુજા હાલમાં જ લંડનથી ભારત આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here