અધિકારીઓની સ્થાવર મિલકત કેટલી, મનપા અજાણ?

મનપા
મનપા

હમકો મીટા દે યે જમાને મે દમ નહીં, હમ સે હૈ જમાના જમાને સે હમ નહીં

ઇન્કમટેક્સના રડારમાં મનપાના અધિકારીઓ

ટી.પી ના અધિકારીઓની અનેક બિલ્ડીંગોના કામોમાં રાજકીય લોકો સાથે ભાગીદારી?

મનપાની વેબસાઈટમાં 2017 પછીની અધિકારીઓની મિલકત અંગેની માહિતી મુકાઇ નથી!

નદી જેટલો પગાર ધરાવતા ઈજનેરો, ડે.ઈજનેરો તથા ટી.પી અધિકારીઓને દરિયા જેટલી સંપતિ કેમ?

Subscribe Saurashtra Kranti here

મનપાના અધિકારીઓ રાજકોટ કોર્પોરેશનમાં જવાબદારી નીભાવે છે. આ નાના-મોટા અધિકારોમાં અમુક લોકો જાણે પેઢી ગયા હોય તેવી ચર્ચાઓ વહેતી થઈ છે. એટલે કે નાના અધિકારીઓ તો કામથી કામ રાખતા હોય છે.

પણ જે જુના મોટા માથાઓ છે તેને મનપાની જવાબદારી નિભાવવા સિવાય અન્ય જવાબદારીઓ નિભાવતા હશે તે લોક ચર્ચાએ જોર પકડ્યું છે. કારણ કે મનપાની વેબસાઈટ ઉપર સૌ પ્રથમ જે અધિકારીઓ કામ કરે છે. તે તમામની સ્થાવર મિલકત કેટલી છે. તેનું ફોર્મ ભરાવીને પોતાની વેબસાઈટ પર ડેટા અપલોડ કરેલ છે. 2017 સુધી તમામ અધિકારીઓનો ડેટા અપલોડ કરાયો છે.

2017 બાદ હાલ સુધી કોઈ નવા અધિકારીઓ કે જુના અધિકારીઓની મિલકતમાં વધારો-ઘટાડો સહિતની કંઈ પણ જાતની નોંધ કરાઇ નથી. છેલ્લે આ ડેટા 2017માં અપડેટ કરાયો હતો. તે પછી આ અંગે કોઈ નોંધ લેવાય નથી. આ પાછળનું કારણ અકબંધ છે.આવું કરવામાં અનેક તર્કવીતર્ક સર્જાયા છે. 2017 પછી અધિકારીની સ્થાવર મિલકતની વિગત મુકવામાં નથી આવી. તેની પાછળનું કારણ શું? પણ સત્ય એક દિવસ બહાર આવે છે.

તે રીતે ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટના રડારમાં જો આવા અધિકારીઓ ઝપટે ચડી ગયા તો નવાઈ નહીં. આ પાછળનું એક એ પણ કારણ આવે કે તેને કોઈ કહેવાવાળું નહિ હોય કે બધા અધિકારીઓએ ભેગા મળીને કરેલું કારસ્તાન ગણી શકાય? આ અધિકારીઓ નિયમોનું ખોટું તારણ મેળવીને છટકી જતા હોય છે. પણ બહુ મસમોટા પ્રશ્નએ છે કે આ છુપાવવા પાછળની સાચી હકીકત શું ગણી શકાય.

મનપાના ઈજનેરો, ડે.ઈજનેરો હોય કે પછી ટી.પી ના અધિકારીઓ હોય આ બધાનો પગાર નદી જેટલો હોય પણ દરીયા જેટલી એટલે કે કરોડોની લાખોની સંપતિ કઈ રીતે બની જાય છે. તે પણ વિચારવા જેવી વાત છે. ટી.પી ના અધિકારીઓ અનેક બિલ્ડીંગોના ક્ધસ્ટ્રકશનમાં રાજકીય લોકો સાથે ભાગીદારી કરે છે. તે પણ ચર્ચાઓ થાય છે. આ બધા ખેલ મનપાના અધિકારીઓ કરે છે.Read About Weather here

અધિકારીઓ તો જાણે પોતાને કઈ માનતા હોય અને તેને કોઈ કહેવાવાળું ન હોય તે રીતનું વર્તન કરતા હોવાની વાતો પણ સામે આવતી હોય છે. જાણે માનતા હોય કે હમસે હૈ જમાના જમાને સે હમ નહીં. આવા લોકોની મિલકત અંગે ફરીથી સર્વે થવો જોઈએ અને સાચી મિલકતોને વેબસાઈટમાં મુકવી જોઈએ. જો આવું પગલું લેવામાં ન આવે તો સ્પષ્ટ પણે જાણી શકાય કે મોટા માથાઓ દ્વારા અધિકારીઓને છાવરવામાં આવે છે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી. હાલમાં તો કામ કરતા અધિકારીઓની મિલકતો કેટલી છે. તેનાથી કોર્પોરેશન અજાણ છે. પણ જો કમિશનરને વાત ધ્યાનમાં લઈને મિલકતો દર્શાવવાનો આદેશ આપે તો ઘણાની પગે રેલો આવે તેમ છે. તેમાં શંકાને સ્થાન નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here