વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના સૌ પ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતેથી ઈ-સંવાદ કર્યો હતો. આ સંવાદ દરમિયાન કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ અને ટેક્નોલોજી આધારિત આધુનિક શિક્ષણ પ્રણાલી જેવી કે દીક્ષા પોર્ટલ, જી-શાળા એપના ઉપયોગ થકી શૈક્ષણિક કાર્યમાં આવેલી સરળતા અને બાળકોમાં નવું શીખવાની ધગશ અને ઉત્સાહને વિકસાવવા અંગે વિગતવાર સમજણ આપી હતી. અને વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યા સમીક્ષા કેન્દ્ર સમગ્ર દુનિયા માટે એક આશ્ર્ચર્ય છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગુજરાતની પંચાવન હજાર (55,000) થી વધુ શાળાઓના સાડા ચાર લાખ (4,50,000) થી વધુ શિક્ષકો અને દોઢ (1.5) કરોડથી વધુ બાળકો માટે ઉર્જાનું કેન્દ્ર છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં વાર્ષિક 500 કરોડ ડેટાસેટનું વિશ્ર્લેષણ, સમગ્ર રાજ્યમાં એક જ પ્રકારનું સમયપત્રક, સમાન પ્રશ્ર્નપત્ર, વિદ્યાર્થીઓની હાજરીમાં 26% સુધીનો નોંધપાત્ર વધારો,વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેવી આધુનિક વ્યવસ્થાનો લાભ દેશના જેટલા વધુ વિદ્યાર્થીઓને મળશે તેટલું જ ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનશે
Visit Saurashtra Kranti Homepage here
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગાંધીનગરમાં કાર્યરત વિદ્યા સમીક્ષા કેન્દ્ર આપણી ભાવિ પેઢી સમા બાળકોને નિખારવાનું મોટું ચેતન કેન્દ્ર બનશે એવો સ્પષ્ટ મત દશાવ્યો છે. ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં આટલી મોટી અને અદ્યતન ટેક્નીકનો ઉપયોગ દુનિયાને આશ્ર્ચર્યચક્તિ કરી દેનારો છે. આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગુજરાતભરની પ4 હજારથી વધુ શાળાઓ, સાડા ચાર લાખ શિક્ષકો અને દોઢ કરોડથી વધુ બાળકો માટે શિક્ષણ ઊર્જાનું કેન્દ્ર, વાયબ્રન્ટ હબ બન્યું છે એમ પણ તેમણે રાજ્ય સરકારના આ અભિગમની સરાહના કરતા ઉમેર્યુ હતું.
વડાપ્રધાને કેન્દ્ર અને રાજ્યોની સરકારોના સંબંધિત વિભાગોના અધિકારીઓને ગુજરાતના આ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે આવવા આગ્રહપૂર્વક અનુરોધ કર્યો હતો.
વડાપ્રધાને આ અદ્યતન ટેક્નોલોજી સભર શિક્ષા સમીક્ષા કેન્દ્રનું અધ્યયન કરીને વિભિન્ન રાજ્યો તેનો અમલ પોતાના રાજ્યોમાં કરે તેવું પ્રેરક સૂચન પણ કર્યુ હતું.
આ કેન્દ્ર આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, બિગ ડેટા એનાલિસિસ જેવી આધુનિક સુવિધાઓ થકી સુસજ્જ છે. આ કેન્દ્ર વાર્ષિક 500 કરોડ ડેટાસેટનું વિશ્ર્લેષણ કરે છે. જેમાં યુનિટ ટેસ્ટ, સત્રાંત પરીક્ષા, શાળાનું ગ્રેડેશન, વિદ્યાર્થી અને શિક્ષકોની હાજરી વગેરે જેવી બાબતો અંતર્ગત સુચારુપણે કાર્યવાહી થાય છે તેની વિગતો પણ તેમણે બનાસ ડેરીના કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને આપી હતી.
Read About Weather here
સમગ્ર રાજ્યમાં એક જ પ્રકારનું સમયપત્રક, સમાન પ્રશ્ર્નપત્ર, ચકાસણી વગેરે બાબતોમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ કેન્દ્રની મદદથી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીમાં 26% સુધીનો નોંધપાત્ર વધારો થયો છે. શિક્ષણક્ષેત્રે આ કેન્દ્ર સમગ્ર દેશમાં મોટા પરિવર્તન લાવી શકે છે. તેમ વડાપ્રધાને ઉમેર્યુ હતું.વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત માટે તેમણે માત્ર એક કલાકનો જ સમય ફાળવ્યો હતો, પરંતુ સમગ્ર પ્રકિયા અને શૈક્ષણિક ક્ષેત્રે થયેલ બદલાવને સમજવા અને જાણવા માટે રસ લઈને પોતે બે થી અઢી કલાક આ કેન્દ્રમાં રોકાયા તેનો વિશેષ ઉલ્લેખ વડાપ્રધાનએ કર્યો હતો.વિદ્યા સમીક્ષા કેન્દ્રથી પ્રધાનમંત્રીએ ગુજરાતના વિવિધ જિલ્લાઓના સરકારી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વિસ્તારપૂર્વક સીધો સંવાદ કર્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here