અદાણી મુન્દ્રા પોર્ટની તપાસ કેમ કરવામાં આવી નથી?

અદાણી મુન્દ્રા પોર્ટની તપાસ કેમ કરવામાં આવી નથી?
અદાણી મુન્દ્રા પોર્ટની તપાસ કેમ કરવામાં આવી નથી?

બાદલનો ભાજપ સરકારને તીખો સવાલ, એમેઝોન ઇ-કોર્મસ કંપનીએ રૂ.8546 કરોડની લાંચ કોને કેમ આપી?
પંજાબના નાણામંત્રી મનપ્રીતસિંઘ બાદલે રાજકોટ ખાતે કબાગાંધીના ડેલાની મુલાકાત લીધી, પ્રેસ કોન્ફરન્સ યોજી કેન્દ્ર સરકાર પર આક્ષેપો કર્યા હતા. શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ પ્રદિપ ત્રિવેદી અને શહેર કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપૂત, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી હેમાંગ વસાવડા, પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા,મનપાના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી સહિતના તસ્વીરમાં નજરે પડે છે.
કેન્દ્રની ભાજપ સરકારનો એક માત્ર મુદ્ો એ છે ખાસુ, ખવડાવી શું અને લૂંટાવીશું, ભ્રષ્ટાચાર અપરંપાર, રોજગારી પર માર અને દેશની સંપત્તી વહેંચવામાં આવી રહી હોવાનો બાદલનો આક્ષેપ.

પંજાબના નાણા મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન મનપ્રીતસિંઘ બાદલે આજે રાજકોટની ખાસ મુલાકાત મોદી સરકાર પર આકરા અને જબરા પ્રહારો કર્યા હતા

Visit Saurashtra Kranti Homepage here

અને એવો ચોખ્ખો આક્ષેપ કર્યો હતો કે, દેશની સંપત્તી વહેંચી રહેલી મોદી સરકારે દેશના ભવિષ્યની સોપારી લઇ લીધી છે. મોટી કંપનીને દેશના મહત્વના ધંધા સોંપવામાં આવી રહયા છે

અને દુકાનદારો અને નાના કારખાનેદારોના ધંધાનો વિનાશ કરવામાં આવી રહયો છે.હેરોઇન અંદાણીના મુન્દ્રા પોર્ટની તપાસ કેમ થઇ નથી? એવો સવાલ બાદલે સરકારને પુછયો છે.

રાજકોટમાં પત્રકાર પરિષદને સંબંધોતા બાદલે કેન્દ્ર સરકાર પર શાબદીક આક્રમણ કરતા જણાવ્યું હતું કે, દેશમાં ભ્રષ્ટાચાર અપરંપાર બન્યો છે. રોજગારી ઉપર માર પડી રહયો છે અને નસાની ભરમાર થઇ રહી છે.

યુવાનોને નસામાં ધકેલવામાં આવી રહયા એમણે ચોકાવનારો આક્ષેપ કર્યો હતો કે, એમેઝોન ઇ-કોર્મસ કંપનીએ રૂ.8546 કરોડની જંગી લાંચ કોને અને કેમ આપી છે?

તેમણે ટકોર કરી હતી કે, કેન્દ્ર સરકારનો આજનો એક જ મુદ્ો છે કે, ખાઇશું, ખવડાવીશું અને લૂંટાવીશું આ એક જ મોડેલ પર કેન્દ્ર સરકાર કામ કરી રહી છે તેવા આક્ષેપો કર્યા

બાદલે દેશના અર્થતંત્ર અને લોકોની સ્થિતિનો ચિતાર રજૂ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં 14 કરોડ લોકોએ નોકરી ગુમાવી છે. દુકાનદારો, નાના ઉદ્યોગકારો, યુવાનોના ધંધાનો નાસ થઇ રહયો છે.

એમેઝોન કંપનીએ છેલ્લા 2 વર્ષમાં ભારતમાં કાનુની ખર્ચ પેટે 8546 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ દેશના કાયદા મંત્રાલયનું રૂ.1100 કરોડ છે એટલે સ્પષ્ટ છે કે, વિદેશી કંપની ભ્રષ્ટાચાર રૂપે રૂપિયાનો ધોધ વહાવી રહી છે.

તેમણે સવાલ કર્યો હતો કે, જંગી રકમ કંપનીએ કયાં અધિકારી અને રાજનેતાને આપી છે?, નાના દુકાનદારો અને વેપારીઓની દુકાનો બંધ થાય એ રીતે કાયદા સુધારી ઇ-કોમર્સ કંપનીને લાભ અપાયો છે?,

ભારતમાં વેપાર માટે લોબીંગ ગુન્હો છે છતાં એમેઝોનની છ કંપનીએ ભેગા મળીને આવડી મોટી રકમની આપલે કેમ કરી? શું આ રાષ્ટ્રની સુરક્ષા સાથે સમજૂતી નથી?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેમ ચુપ છે? શું તેઓ તપાસનો આદેશ આપશે? અવડા મોટા ગોટાળાની સુપ્રીમ કોર્ટના જજ મારફત તપાસ કેમ કરાતી નથી?

નસીલા પદાર્થોના મામલે પણ બાદલે પર આકરા પ્રહારો કર્યા હતા અને સરકારને અનેક તીખા સવાલો પુછયા હતા. તેમણે કહયું હતું કે, દુનિયાનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો અંદાણી સંચાલીત મુન્દ્રા પોર્ટ પરથી પકડાયો છે.

ત્રણ હજાર કિલો હેરોઇનની કિંમત રૂ.21 હજાર કરોડ થાય છે. જૂન 2021માં 25 હજાર કિલો હેરોઇન ટેલકમ પાવડર બોકસના નામથી અદાણી પર આવ્યું હતું જેની કિંમત 1 લાખ 75 હજાર કરોડ થાય છે.

દિલ્હી પોલીસે 2500 કરોડ રૂપિયાનું હેરોઇન જૂલાઇમાં પકડયું હતું. આ બધાનો મતલબ એ થાય છે કે, એક મોટી ડ્રગ્સ માફિયા લોબી દેશમાં ફાલીફુલી રહી છે.

સરકારના નાક નીચે અને દેખરેખ હેઠળ ડ્રગ્સ માફિયાઓ કૌભાંડ આચરી રહયાનો તેમણે આક્ષેપ કર્યો હતો. 1 લાખ 75 હજાર કરોડ રૂપિયાનું 2500 કિલો હેરોઇન કયાં ગયું એવો સીધો સવાલ સરકારને પુછતા તેમણે સણસણતો આક્ષેપ કર્યો હતો

કે, શું દેશના યુવાનોને નસામાં ધકેલવાનું ષડયંત્ર છે? દેશની સુરક્ષા સાથે સંમજૂતી થઇ રહી છે? અદાણી મુન્દ્રા પોર્ટની તપાસ કેમ કરવામાં આવી નથી? આ કૌભાંડ કમ નથી. આન્ધ્રાની કંપનીએ હેરોઇન મોકલ્યું હતું.

Read About Weather here

એ રાજયમાં પણ બંદર છે? ગોવા પોર્ટ બાજુમાં છે? ત્યારે અંદાણી પોર્ટ પર જ કેમ મોકલ્યું? આ તમામ સવાલોની તપાસ કરવા તેમણે માંગણી કરી હતી.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here