અદાણી એન્ટરપ્રાઈઝનો 20000 કરોડનો એફપીઓ કેન્સલ

અદાણી એન્ટરપ્રાઈઝનો 20000 કરોડનો એફપીઓ કેન્સલ
અદાણી એન્ટરપ્રાઈઝનો 20000 કરોડનો એફપીઓ કેન્સલ

અદાણી ગ્રુપના શેરોમાં ભારે વેચવાલી: એફપીઓ પૂર્ણરૂપે ભરાય જવા છતાં કેન્સલ થવાની ઘટના પ્રથમ વખત

હાલ શેરબજારમાં ખાસ કરીને પ્રાયમરી માર્કેટમાં જબરી ઉથલ પાથલ જોવા મળી રહી છે. પ્રાયમરી માર્કેટમાં નવો ઇતિહાસ બની ગયો છે. 20000 કરોડનો એફપીઓ પૂર્ણરૂપે ઓવર સબ સ્ક્રાયબ થઈ જવા છતાં કેન્સલ કરવામાં આવ્યો છે. બજેટના દિવસેજ અદાણી ગ્રુપના શેરો માં મોટી વેચવાલી નીકળતા ગ્રુપના શેરોમાં નીચલી સર્કિટો લાગતી જોવા મળતી હતી.

Visit Saurashtra Kranti Homepage here

અદાણી એન્ટરપ્રાઈઝનો શેર આશરે 35% તૂટ્યો હતો. આવી પરિસ્થિતિમાં જાન્યુઆરીની 31 તારીખે અદાણી એન્ટરપ્રાઇઝનો એફપીઓ પૂરો થયો હતો. જે સંપૂર્ણ ઓવર સબસ્ક્રાઇબ થઈ જવા છતાં કંપનીને કેન્સલ કરવાની ફરજ પડી છે. જોકે એફપીઓમાં રિટેલ ઇન્વેસ્ટર્સ દ્વારા કોઈ ખાસ બીડ થઈ હતી નહીં. ફક્ત ગ્રે માર્કેટમાં જે સોદા થયેલા તેટલીજ બીડ ફક્ત રિટેલ કેટેગરીમાં જોવા મળતી હતી.અદાણી એન્ટરપ્રાઇઝના એફપીઓના કેન્સલ થવાની ખરાબ અસર બજાર પર જોવા મળશે. શેરબજાર માટે આ એક મોટો આંચકો છે. અદાણી ગ્રુપની ઘણી બધી કંપનીઓના શેરોના ભાવો તૂટી રહ્યા છે. શેરબજારના એક મોટા ગ્રુપની હાલત ખરાબ થતા બજાર પર એક નવું પ્રેસર બનશે. જો આ પરિસ્થિતિમાંથી અદાણી ગ્રુપ બહાર આવશે તોજ બજારમાં નવી તેજી થશે. પ્રાયમરી માર્કેટની તો હાલત વધારે ખરાબ થશે.

Read About Weather here

કારણકે આવી દિગજ કંપનીઓના એફપીઓ પણ કેન્સલ કરવા પડતા હોઈ નાની-નાની કંપનીઓ આઇપીઓ લાવવાની હિંમત જ નહીં રહે. શેર બજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્યાનુસાર આવનાર દિવસો શેરબજાર માટે કપરા હશે. ખાસ કરીને નવું ફંડ મેળવવા માંગતી કંપનીઓ આઇપીઓ લાવતા વિચાર કરશે. અને રોકાણકારો પણ એફપીઓ-આઇપીઓ ભરતા પહેલા કંપની વિશે સંપૂર્ણ અભ્યાસ કરીનેજ રોકાણ કરશે. પરિસ્થિતિ સુધરતાં થોડો ટાઈમ લાગશે તેવી શક્યતા વધારે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here