ઈન્ટરશીપ પૂર્ણ કરેલ 86 વિદ્યાર્થીઓનું મેયર પ્રદિપ ડવના હસ્તે કરાયું સન્માન
ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સના સૂચન મુજબ દરેક સ્માર્ટ સિટીને અમૃત ઉત્સવ ઉજવવાનું નક્કી થયેલ. જે અંતર્ગત મેયર ડો. પ્રદિપભાઈ ડવની અધ્યક્ષતામાં સ્માર્ટ સિટી અંતર્ગત ચાલતા રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા અટલ સરોવર પ્રોજેક્ટની સાઇટ વિઝીટ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તથા ceo સ્માર્ટ સિટી ચેતન નંદાણીના માર્ગદર્શન હેઠળ થયેલ તેમજ આ કાર્યક્રમમાં ક્ધસલ્ટન્ટ સિવિલ એન્જિનિયર એસોસિએશન, બિલ્ડર એસોસિએશન, આર્કિટેક્ટ એસોસિએશન, આઈઆઈઆઈડી એસોસિએશન દ્વારા ચાલતા કામોની વિઝીટ કરેલ તેમજ સ્માર્ટ સિટી મિશન હેઠળ કામોની વિસ્તૃત માહિતી સિટી એન્જિનિયર (સ્માર્ટ સિટી) વાય. કે. ગોસ્વામી દ્વારા આપવામાં આવેલ તેમજ બિલ્ડર તથા એન્જિનિયર્સના ટાઉન પ્લાનિંગને લગત પ્રશ્ર્નો અંગે ઉપસ્થિત ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી સાગઠીયા દ્વારા વિસ્તૃત નિયમોની માહિતી આપેલ
Visit Saurashtra Kranti Homepage here
ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ દ્વારા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત તુલીપ પ્રોગ્રામ થકી રાષ્ટ્રના ભાવિ વિદ્યાર્થીઓને પ્રવર્તમાન અધતન ટેકનોલોજીનું પરીચય આપવા એક પ્રયાસ હાથ ધરેલ જે અંતર્ગત રાજકોટ ખાતે ટેકનિકલ ક્ષેત્રના કુલ 64 અને નોન ટેકનિકલ ક્ષેત્રના કુલ 22 એમ કુલ મળીને 86 વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક ઇન્ટરનશીપ ટ્રેનિંગ પૂર્ણ કરેલ હોય જેથી આ તમામ ભાવિ વિદ્યાર્થીઓના આત્મ વિશ્ર્વાસ તેમજ મનોબળ વધારવા ડો.પ્રદીપ ડવ દ્વારા પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવેલ. આમાં મુખ્યત્વે VVP એન્જિનિયરિંગ કોલેજ તેમજ RK એન્જિનિયરિંગ કોલેજ વગેરેના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા.
Read About Weather here
આ સાઈડ વિઝીટ દરમિયાન બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરા, ક્ધસલ્ટિંગ એન્જિનિયર એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર મીરાણી, આઇઆઇઆઇડીના પ્રમુખ શૈલી ત્રિવેદી, આર્કિટેક એસોસિએશન તરફથી મૌલિક ત્રિવેદી હાજર રહેલ તેમજ અગ્રણી બિલ્ડર દિલીપભાઈ લાડાણી, દિલીપભાઈ ગોસ્વામી, મિહિર મણિયાર અગ્રણી ક્ધસલ્ટિંગ એન્જિનિયર ધર્મેન્દ્રભાઈ મીરાણી, નિલેશ ભોજાણી વગેરે ઉપસ્થિત રહેલ.તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્માર્ટ સિટીના ડેપ્યુટી જનરલ મેનેજર એચ. એમ. સોંડાગર, અમિત શાહ તેમજ અન્ય તમામ સ્ટાફ દ્વારા કામગીરી નિભાવેલ હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here