અંધશ્રદ્ધાએ 3 સંતાનની માતાનો જીવ લીધો

અંધશ્રદ્ધાએ 3 સંતાનની માતાનો જીવ લીધો
અંધશ્રદ્ધાએ 3 સંતાનની માતાનો જીવ લીધો

​​​​​​​મૃતકના પરિવારજન સહિત પાંચેક વ્યકિતની સંડોવણી ખુલતા પોલીસે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. દેવભૂમિ દ્વારકા સહિત હાલારભરમાં ભારે અરેરાટી પ્રસરાવનારા બનાવની જાણવા મળતી વિગત અનુસાર દ્વારકાના ઓખામઢી ગામે

Visit Saurashtra Kranti Homepage here

એક ધર્મસ્થાન પાસે વહેલી સવારે માતા રમીલાબેન વાલાભાઈ સોલંકી (ઉ.વ. 25) નામની પરિણીતાને ‘મેલું કાઢવા’ માટે તેના પરિવારજન અને ભૂવાઓ સહિતના સાંકળ અને ઘોકા વડે માર મારી શરીરે ડામ દેતા શરીરે ગંભીર ઇજાઓ થતા રમીલાબેનએ દમ તોડયો હતો.આથી આ બનાવ હત્યામાં પલટાયો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામઢી ગામે મેલી વિધાના ચકકરમાં પરોઢીયે પરિણીતાને સાંકળ અને ધોકા વડે બેફામ મારી ડામ દઇ અમાનુષી હત્યા નિપજાવવામાં આવી હોવાનો બનાવ સામે આવતા હાલારભરમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી તેને પોસ્ટમોર્ટમ અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડયો હતો.બીજી બાજુ પ્રાથમિક પોલીસ તપાસમાં હત્યાના

બનાવમાં અમુક પરીવારજનોની પણ સંડોવણી સામે આવતા પોલીસે પાંચેક લોકો સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

બીજી બાજુ મેલી વિધાના ચકકરમાં એક પરિણિતાની અમાનૂષી હત્યાના બનાવના પગલે દ્વારા સહિત હાલારભરમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે.ક્રૂર હત્યાના આ બનાવમાં મૃતકના પરિવારના ભૂવાઓની સંડોવણી હોવાનુ જાણવા મળ્યુ છે.

Read About Weather here

અંધશ્રધ્ધાના ખપ્પરમાં પચીસ વર્ષીય પરિણીતાએ જીવ ગુમાવતા તેના ત્રણ માસુમ બાળકોએ તેની માતાની છત્રછાયા ગુમાવી દીધી હોવાનુ બહાર આવ્યું છે. કાંડમાં મહિલાને ​​​​​​​સળીયા ગરમ કરી ડામ દેવાયા હોવાનુ જાણવા મળ્યું છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here