અમેરિકન ગૃહના અધ્યશ્ર નેન્સી પેલોસીએ કહ્યું છે કે, કેપિટલ હિલના સાંસદ યુક્રેનને 60 કરોડ ડોલરના ઘાતક હથિયારો પૂરા પાડશે. જેથી તેઓ કિવને રશિયન સૈન્યના હુમલાથી પોતાને બચાવી શકે.ન્યૂઝ એજન્સી સિન્હુઆના રિપોર્ટ પ્રમાણે યુદ્ધના બીજા દિવસે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને રશિયા સામે વધુ આર્થિક પ્રતિબંધો જાહેર કર્યા છે અને યુરોપમાં અમેરિકાના વધુ સૈનિકો તહેનાત કરવાનો આદેશ આપ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
આજે રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચેનો ત્રીજો દિવસ છે. યુદ્ધના પહેલા દિવસથી જ યુક્રેન રાષ્ટ્રપતિએ વિવિધ દેશો પાસે મદદ માંગી છે. જોકે યુદ્ધના પહેલાં દિવસે તો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહી દીધું હતું કે, યુક્રેન તેની લડાઈ જાતે લડે પરંતુ ત્રીજા દિવસે અમેરિકાએ યુક્રેનને મદદ કરવાની જાહેરાત કરી છે. જોકે બાઈડને ફરી એક વાર કહ્યું છે કે, કોઈ પણ અમેરિકન સેનાને યુક્રેનની જમીન પર મોકલવામાં નહીં આવે.
રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન યુક્રેન બોર્ડર પર અમેરિકન વિમાન ઉડતા દેખાયા છે. અમેરિકન વાયુસેનાના ત્રણ વિમાન રોમાનિયા હવાઈ વિસ્તારમાં ઉડતા દેખાયા છે. આ વિમાન ત્રણ કલાક કરતા વધુ સમયથી અહીં ઉડતા હતા. તેમાંથી એક પોલેન્ડ હવાઈ વિસ્તારમાં ઈંધણ ભરતું વિમાન છે. નોંધનીય છે કે, યુક્રેન પર હુમલા પછી રશિયાની એક્ટિવિટી વિશે બ્રિટન સહિત અમેરિકાએ ઘણાં કડક પગલાં લીધા છે.
Read About Weather here
આ પહેલાં અમેરિકાએ રશિયા પર એક્શન લેતા કહ્યું છે કે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ, આર્મી ચીફ સહિત અન્ય લોકોની સંપત્તિ ફ્રિજ કરી દેવામાં આવી છે. અમેરિકાએ કહ્યું કે, અમે કારણ વગરના યુદ્ધ અને માનવ નુકસાનને રોકવાના ઘણાં પ્રયત્નો કર્યા છે. પરંતુ રશિયન રાષ્ટ્રપતિ પુતિને અમેરિકા અને અમારા સહયોગના પ્રયત્નોને નિષ્ફળ બનાવ્યા છે.આ જ હેતુથી અમેરિકાના વાયુસેનાના ત્રણ વિમાન યુક્રેન સીમા પર જોવા મળ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here