હાઇકોર્ટના જજ સમ્રાટો જેવું વર્તન ન કરે : સુપ્રીમ

સાસરીયા દ્વારા થતી કોઈપણ ભૌતિક ચીજની માંગણી એ દહેજ ગણાય: સુપ્રીમ કોર્ટ
સાસરીયા દ્વારા થતી કોઈપણ ભૌતિક ચીજની માંગણી એ દહેજ ગણાય: સુપ્રીમ કોર્ટ

સરકારી અધિકારીઓને બિનજરૂરી કોર્ટમાં ન બોલાવવા તાકિદ : વારંવાર અધિકારીઓને તેડુ મોકલાતા સુપ્રીમ કોર્ટ નારાજ

સરકારી અધિકારીઓને અવાર નવાર કોર્ટમાં બોલાવવાની રીતરસમ સામે સ્પષ્ટ નારાજગી વ્યકત કરતા સુપ્રીમ કોર્ટે આજે આકરી ભાષામાં દેશની હાઇકોર્ટના જજને ખખડાવ્યા હતા અને તીખી ટકોર કરી હતી કે, જજ હવે સમ્રાટની જેમ વર્તન કરવાનું બંધ કરે નાની નાની વાતમાં સરકારી અધિકારીઓને કોર્ટમાં બોલાવવાથી સરકારે એમને આપેલા મહત્વના કામોમાં વિલંબ થાય છે અને આવી પ્રક્રિયા જાહેર હિતમાં પણ નથી. દેશમાં કેટલીક હાઇકોર્ટના જજ સરકારી અધિકારીઓને વારંવાર કોર્ટમાં બોલાવે છે અને આ પ્રક્રિયા બહુ સામાન્ય થઇ ગઇ છે. હવે જજોએ સમ્રાટો અને શહેનશાહો જેવું આ વર્તન બંધ કરવું જ જોઇએ.

સુપ્રીમના જસ્ટીસ સંજય કિશન કૌલ તેમજ હેંમત ગુપ્તાની બનેલી બેંચે આ પ્રક્રિયા અને રીતરસમની ગંભીર નોંધ લીધી હતી અને મંતવ્ય વ્યકત કર્યુ હતું કે, જજોએ એમની મર્યાદા જાણવી જોઇએ અને સમજવી જોઇએ. વિનમ્રતા બતાવવી જોઇએ પણ સમ્રાટ જેવું વર્તન ન કરવું જોઇએ. ધારાગૃહ, વહીવટી તંત્ર અને ન્યાય તંત્ર દરેકના કામ કરવાના અલગ-અલગ ક્ષેત્ર છે. દરેકને પુરતો અવકાશ આપવામાં આવ્યો છે. ભારતીય શાસન વ્યવસાના ત્રણેય મુખ્ય સ્થંભ છે. એટલે એક બીજાના અધિકાર ક્ષેત્રમાં માથુ મારવું ન જોઇએ. જો એવું થાય તો બંધારણનું નાજુક સંતુલન ખોરવાઇ શકે છે અને તેના પ્રત્યાધાત પડી શકે છે.

Subscribe Saurashtra Kranti here

સુપ્રીમે સ્પષ્ટ જણાવ્યું હતું કે, ન્યાય તંત્ર અને વહીવટી તંત્રની સત્તાઓ અને ક્ષેત્ર સ્પષ્ટ કરી દેવામાં આવ્યા છે. તેની અલગ-અલગ આંકણી થઇ ગઇ છે. પણ અદાલતના જજો એમના તરંગો અને મનફાવે તે રીતે અધિકારીઓને બોલાવે તો વહીવટી તંત્રના અધિકારો પર તરાપ મારવા જેવું થાય છે. અદાલતની મરજી અને તરંગ મુજબ હુકમ પાસ કરવાનું દબાણ કરવાથી ન્યાય તંત્ર તેની મર્યાદા ઓળગી જાય છે. યુપી સરકારે દાખલ કરેલી એક અરજીના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે ઉપર મુજબના આકરા મંતવ્ય આપ્યા હતા.

Read About Weather here

સુપ્રીમે સ્પષ્ટ ટકોર કરી હતી કે સરકારી અધિકારીઓને અકારણ અદાલતમાં બોલાવવાથી અદાલતની માન, મર્યાદા વધી જતી નથી. અદાલતનું સન્માન માંગવામાં આવતું નથી. આપ મેળે મળવું જોઇએ. સુપ્રીમે એવું પણ દર્શાવ્યું હતું કે, ન્યાય સમીક્ષાનાં માપદંડ મુજબ ન હોય એવા કોઇ પણ આદેશને અદાલત મોકુફ રખાવી શકે છે પરંતુ વારંવાર બિનજરૂરી રીતે અધિકારીઓને બોલાવવાની રીતરસમ શખ્ત શબ્દોમાં વખોડી કાઢવી જોઇએ. અદાલતો પાસે કલમની જે તાકાત છે તે અધિકારીની કોર્ટમાં હાજરી કરતા વધુ અસરકારક અને શકિતશાળી છે. યુપી સરકાર સામે કોર્ટ તીરસકારની કાર્યવાહી શરૂ કરવાના અલ્હાબાદ હાઇકોર્ટના એક આદેશને પણ સુપ્રીમે રદબાતલ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here