સિંહો માટે સુરક્ષિત વિસ્તારો જરૂરી: સંસદીય સમિતિનો મત

સિંહો માટે સુરક્ષિત વિસ્તારો જરૂરી: સંસદીય સમિતિનો મત
સિંહો માટે સુરક્ષિત વિસ્તારો જરૂરી: સંસદીય સમિતિનો મત

બરડા ડુંગર જેવા વિસ્તારો ઉભા કરવા જોઇએ

સિંહો માટે સુરક્ષિત વિસ્તારો જરૂરી છે, સંસદીય સમિતિનો મત. ગુજરાતને એશીયન સિંહો માટે વધારે જગ્યાની જરૂર છે અને તેમાંથી 50 ટકા વિસ્તાર ગીર નેશનલ પાર્ક અને વાઇલ્ડ લાઇફ સેંકચ્યુરીની બહાર હોવો જોઇએ.

આવી ભલામણ ગુજરાતના ચાર દિવસના પ્રવાસે આવેલ વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ અને કલાઇમેટ ચેન્જની 11 સભ્યોની સંસદીય સમિતિએ કરી છે. દેશમાં એશીયન સિંહોના એક માત્ર સ્થાન એવા ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં કુદરતી અથવા અકુદરતી કારણોથી 283 સિંહોના મોત થયા છે જેમાં 142 બાળસિંહો પણ સામેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

સમિતિના ચેરમેન અને ભૂતપૂર્વ પર્યાવરણ મંત્રી જયરામ રમેશે કહ્યું કે, ગુજરાતમાં બરડા ડુંગર જેવી વધારાની સંરક્ષિત જગ્યાઓ સિંહો માટે ઉભી કરવાની જરૂર છે કેમકે રાજ્ય સિંહોને અન્ય જગ્યાઓએ મોકલવા નથી માંગતું.

રમેશે કહ્યું કે, ગુજરાત માટે માનવો અને પશુઓનો સંઘર્ષ ઘટાડવો એ મોટો પડકાર છે અને એટલે જ સિંહો માટે તેના હાલના સંરક્ષિત વિસ્તારના 50 ટકા જેટલી જમીન આ વિસ્તારની બહાર ઉભી કરવી જરૂરી છે.

Read About Weather here

સંસદીય સમિતિના ચેરમેન જયરામ રમેશે કહ્યું નમને યાદ છે વડાપ્રધાન ઇંદીરા ગાંધીએ પ્રોજેકટ લાયન 1972માં શરૂ કર્યો હતો અને પછી 1973માં પ્રોજેકટ ટાઇગર શરૂ કરાયો હતો. અને હવે ગુજરાતનો વન વિભાગ આ પ્રજાતિને બચાવવા પર ધ્યાન આપી રહ્યો છે.થ તેમણે વધુમાં કહ્યું કે સિંહોના સ્થળાંતરનો મુદ્દો હવે સંરક્ષણના બદલે ગુજરાત અને મધ્ય પ્રદેશ વચ્ચે રાજકીય મુદ્દો બની ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here