સામાન્ય માણસની વધી મૂંઝવણ!!

સામાન્ય માણસની વધી મૂંઝવણ!!
સામાન્ય માણસની વધી મૂંઝવણ!!

ઘરનાં અર્થતંત્રની દશા બગડી: દરેક ચીજવસ્તુઓ મોંઘી

પેટ્રોલ-ડીઝલ રાંધણગેસની સાથો-સાથ અનાજ-કઠોળમાં મોંઘવારીએ માઝા મૂકી

છેલ્લા 1 વર્ષથી તો મોંઘવારીએ  લોકોને એટલી બધી મૂંઝવણમાં મૂકી દીધા છે કે, રોડથી લઈને રસોડા સુધી પહોંચવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. રોડ પર વાહન ચલાવાવથી માંડીને રસોડાનાં એલ.પી.જી માં પણ એટલા જ મોંઘા થયા છે.

સામાન્ય માણસ માટે ઘર ચલાવવું તેમજ તેના નક્કી કરેલા બજેટની અંદર બધું પૂરું કરવું વધુ પરેશાનીવાળું બન્યું છે. માત્ર પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં પરંતુ તેણી સાથે-સાથે ખાદ્ય તેલમાં સરસીયું રીફાઈન્ડ, સોયાબીન જેવા તેલના વધી રહેલા ભાવ સામાન્ય માણસનું તેલ કાઢી રહ્યા છે. એવું કહેવામાં કંઈ ખોટું નથી. તો બીજી બાજુ જોવા જઈએ તો રાંધણગેસના ભાવમાં વધારો થતો જોવા મળેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

છેલ્લા એક મહિનામાં સરસીયાનું તેલ, શાકભાજી તેમજ સોયા અને સીંગતેલના ભાવમાં 3 ટકા સુધીનો વધારો થયો છે. ખાદ્યતેલોનાં ભાવએ રસોડાનું બજેટ સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે. તેમ છતાં પણ હજુ તેના ભાવમાં વઘારો થતો રહે છે.

છેલ્લા એક મહિનાની વાત કરીએ તો સરસીયાનું તેલ 2.3 ટકા સીંગતેલ 2.08 ટકા અને સોયાબીન 1.77ટકા જેટલું મોંઘુ થયું છે. તો બીજી બાજુ આ સમયગાળામાં પામતેલમાં પણ 2.22  ટકાનો ઉછાળો આવ્યો છે.

બીજી બાજુ અનાજ-કઠોળના ભાવોમાં પાન આવી જ રીતે વધારો જોવા મળે છે. ગત વર્ષ અને આ વર્ષની સરખામણીમાં કઠોળમાં 4.42 ટકા અને છુટકા ચા માં 4 ટકાનો ઉછાળો આવ્યો છે. જયારે ઘઉંન ભાવમાં પણ 7.3 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

Read About Weather here

શાકભાજીનાં ભાવોમાં પણ કંઇક આવી રીતે જ જોવા મળેલ છે. બટાકાનાં ભાવ ફરી વધવા લાગ્યા છે. એક મહિનામાં બટાકા 19.40 રૂપિયાથી રૂ. 20.28 સુધી પહોંચી ગયા છે. ઘણીવાર સામાન્ય માણસને રડાવતી ડુંગળીના ભાવ શાંત જણાય છે. તેની કિંમત એક મહિનામાં રૂ.3.13 થી ઘટીને રૂ. 28.33 થઇ ગઈ છે.(13.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here