સમગ્ર ઓલિમ્પિક કાફલાની મહેમાન ગતી કરતા વડાપ્રધાન

સમગ્ર ઓલિમ્પિક કાફલાની મહેમાન ગતી કરતા વડાપ્રધાન
સમગ્ર ઓલિમ્પિક કાફલાની મહેમાન ગતી કરતા વડાપ્રધાન

ખેલાડીઓની સાથે લાંબી વાતચીત કરી જૂસ્સો અને આત્મવિશ્ર્વાસ વધાર્યા: વડાપ્રધાનના સત્તાવાર નિવાસ સ્થાનમાં ઓલિમ્પિક કાફલા સાથે ખાસ ચર્ચા

દેશની સૌથી મોટી લોકશાહીનું સંચાલન કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિક ખેલાડીઓના કાફલા સાથે બે દિવસ અગાઉ રસપ્રદ ચર્ચા વિચારણા કરી હતી. દેશના તમામ ઓલિમ્પિક ખેલાડીઓને વડાપ્રધાનના સત્તાવાર નિવાસ સ્થાને બોલાવવામાં આવ્યા હતા અને વડાપ્રધાને બધાની મહેમાન ગતી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ખેલાડીઓના અલગ-અલગ ટેબલો પર જઇને વડાપ્રધાને ખેલાડીઓ સાથે ખાસ સંવાદ કર્યો હતો. તમામ ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો અને આત્મવિશ્ર્વાસ સાથે મેદાનમાં ઉતરવાની સલાહ આપી હતી. બે દિવસ પહેલાની આ મુલાકાતનો વીડિયો આજે વડાપ્રધાને દેશવાસીઓ સાથે શેર કર્યો હતો.

વીડિયોમાં વડાપ્રધાન મોદી દેરક ટેબલ પર જઇને અલગ અલગ ખેલાડીઓ સાથે અને ખાસ કરીને ચંદ્રક વિજેતાઓ સાથે હળવી પળોમાં વાતચીત કરતા નજરે પડે છે. કયાંક પી.વી.સીંધુને આઇસક્રિમ પીરસી રહયા છે તો કયાંક ભાલા ફેંકના ગોલ્ડન બોય નીરજ ચોપડાને સુરમો ખવડાવતા દેખાય છે તો કયાંક વડી હોકી ટીમના કોચના ખંભે હાથ મુકીને આત્મીયતાથી વાતો કરતા દેખાય છે.

ખેલાડીઓ પણ એમને અપાયેલા માન સન્માનથી ખુબ જ અભિભૂત અને આનંદીત દેખાય રહયા છે. વડાપ્રધાને પી.વી.સીંધુના કોચ સાથે પણ ખુબ જ રસપ્રદ વાતો કરી હતી અને કોચે વડાપ્રધાનનું અભિવાદન ઝીંલયુ હતું. સમગ્ર ઓલિમ્પિક કાફલા સાથે વડાપ્રધાને ખુબ જ લાંબો સમય પસાર કર્યો હતો.

જે રસપ્રદ વીડિયો આજે દેશવાસીઓ સામે જાહેર કરવામાં આવ્યો હતો. ધણા બધા ખેલાડીઓ વડાપ્રધાન માટે ખાસ ભેટ પણ લાવ્યા હતા ખુબ જ હળવાસ ભર્યા અને પ્રફુલીત વાતાવરણમાં ચર્ચા વિચારણા થઇ હતી.

Read About Weather here

મહિલા હોકી ટીમની કેપ્ટન રાણી રામપાલે મહિલા અને પુરૂષ હોકી ટીમના તમામ સભ્યોના હસ્તાકર સાથેની હોકી સ્ટીક વડાપ્રધાનને ભેટ ધરી હતી. બેડમીન્ટન સ્ટાર પી.વી.સીંધુએ બેડમીન્ટનનું રેકેટ મોદીને ભેટ આપ્યું હતું આ રીતે દેશના ટોચના નેતા અને ટોચના રમતવીરો વચ્ચેની મુલાકાત ખુબ જ રસપ્રદ અને રોમાંચક બની રહી હતી.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here