વિધાનસભા સંકુલમાં સંખ્યાબંધ કોંગ્રેસી ધારાસભ્યોની અટકાયત

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ

વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પણ પોલીસે અટકાયતમાં લીધાતાઉતે વાવાઝોડાના વળતરના પ્રશ્ર્ને સભ્યો દેખાવ કરી રહયા હતા

ગાંધીનગર ખાતે વિધાનસભા પરીષદમાં આજે ધમાલ મચી જવા પામી હતી. તાઉતે વાવાઝોડાના અસરગ્રસ્તોને સહાયની પ્રક્રિયામાં વિસંગતતાનો આક્ષેપ કરીને વિધાનસભા પરીષરમાં પ્લેકાર્ડ અને બેનરો ફરકાવી કોંગ્રેસના ધારાસભ્યો દેખાવો કરી રહયા હતા

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે પોલીસ ત્રાટકી હતી અને દેખાવકાર ધારાસભ્યોની અટકાયત કરી લેવામાં આવી હતી. પ્રદેશ કોંગ્રેસ અમિત ચાવડ, વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના અન્ય ધારાસભ્યો અંબરીશ ડેર, પ્રતાપ દુધાત અને પુજાબાઇ વંશ વગેરેની પોલીસે અટકાયત કરી લીધી હતી.

Read About Weather here

એક તબક્કે વિધાનસભા પરીષરમાં ભારે દેકારો મચી ગયો હતો અને શાંત દેખાવ કરી રહેલા કોંગ્રેસ પ્રમુખ તથા વિપક્ષી નેતા સહિતના કોંગ્રેસના ધારાસભ્યો સામે તાત્કાલીક પોલીસ એકશન લેવાયું હતુ અને દેખાવકાર ધારાસભ્યોની અટકાયત કરી લેવામાં આવી હતી. આ ઘટનાના કોંગ્રેસમાં ધેરા પડધા પડયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here