વડિલોને સાચવવામાં રાજસ્થાન-હિમાચલ અવલ્લ ક્રમે: ગુજરાત તળીયે

વડિલોને સાચવવામાં રાજસ્થાન-હિમાચલ અવલ્લ ક્રમે: ગુજરાત તળીયે
વડિલોને સાચવવામાં રાજસ્થાન-હિમાચલ અવલ્લ ક્રમે: ગુજરાત તળીયે

વયો વૃધ્ધ નાગરીકોની દરકાર કરવામાં કયાં રાજય કેટલા આગળ, કેટલા પાછળ?

ભારતમાં વયો વૃધ્ધ નાગરીકોની કાળજી, સાથ-સંભાળ લેવામાં રાજયો અને કેન્દ્રો શાસીત પ્રદેશોમાંથી કોણ આગળ છે અને કોણ પાછળ છે એ અંગેનો એક રસપ્રદ અભ્યાસ દેશવ્યાપી ધોરણે હાથ ધરવામાં આવ્યો હતો.

અભ્યાસમાં એવું બહાર આવ્યું હતું કે, વડિલોની કાળજી લેવામાં અને ગુણવતા યુકત જીવન શૈલી પ્રદાન કરવામાં રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, મીઝોરમ અને ચંદિગઢ ટોચના ક્રમે આવે છે. જયારે સૌથી વધુ આશ્ર્ચર્ય જનક તારણ એ નિકળ્યું છે કે, દેશભરમાં વિકાસનું મોડેલ ગણાતું ગુજરાત અને ઐતિહાસીક વારસો ધરાવતું તેલનગણા વડિલોને સાચવવામાં છેલ્લા ક્રમે આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રચાયેલી આર્થીક સલાહકાર સમીતીના ચેરમેન વિવેક દેબરોયની ટીમ દ્વારા દેશભરમાં ખાસ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. વયો વૃધ્ધ નાગરીકોને કયાં પ્રકારની સમસ્યા થાય છે અને કયાં કેટલી સગવડો છે એ જાણવાના હેતુથી અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.

અભ્યાસના આધારે દેશના વયસ્ક નાગરીકોનાં જીવનની ઝાંખી મળે છે અને કેવી સ્થિતિમાં જીવી રહયા છે તેનો ખ્યાલ આવી જાય છે. અભ્યાસ મુખ્ય ચાર મુદ્ાઓ આધારીત હતો વયો વોધ્ધોની નાણાકિય સ્થિતી, સામાજીક ઉત્કર્ષ, આરોગ્ય વ્યસ્થા અને આવકની સુરક્ષાએ ચાર માપદંડને આધારે અભ્યાસ કરવામાં આવ્યો હતો.

આવકના માપદંડની વાતકરીએ તો તમામ રાજયો અને કેન્દ્રો શાસીત પ્રદેશનો દેખાવ કંગાળ રહયો છે. આવકની સુરક્ષાના મામલે રાજયોની સરેરાશ રાષ્ટ્રીય સરેરાશ (33.3 ટકા) થી પણ ઓછી રહી છે.

સૌથી સર્વોત્મ પાસુ એ બહાર આવ્યું છે કે, તમામ રાજયોએ આરોગ્ય સીસ્ટમની દ્રષ્ટિએ સર્વોત્મ આંક પ્રાપ્ત કર્યા છે. વડિલો માટેની આરોગ્ય સીસ્ટમની દ્રષ્ટિએ રાજયોની સરેરાશ (66.97 ટકા) અને સામાજીક ઉત્કર્ષની સરેરાશ (62.34 ટકા) રહી છે.

વૃધ્ધ અને પ્રમાણમાં વૃધ્ધ રાજયોની શ્રેણીમાં વડિલોની સારસંભાળની દ્રષ્ટિએ રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ દેશમાં અવલ્લ ક્રમે રહયા છે. હિમાચલની ટકારી 61.4 ટકા અને રાજસ્થાનની 54.61 ટકા સરેરાશ કામગીરી રહી છે. કેન્દ્ર શાસીત પ્રદેશોમાં ચંદિગઢ ટોપ પર છે. તેની ટકાવારી 63.78 ટકા રહી છે.

Read About Weather here

આ દિશામાં જમ્મુ અને કાશ્મીરનો સાવ છેલ્લો ક્રમ રહયો છે. ઇશાન ભારતના રાજયોમાં અરુનાચલ પ્રદેશ તળીયે છે. એ જ પ્રકારે રાજયોમાં તેંલગણા અને ગુજરાત સાવ તળીયે છે. તેંલગણાનો સ્કોર 38.19 ટકા અને ગુજરાતનો સ્કોર 49 ટકા રહયો છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here