રે કોરોના! દેશમાં પાંચ મહિનામાં પહેલીવાર કોરોના કેસ 50 હજારને પાર

કોરોના
કોરોના

Subscribe Saurashtra Kranti here

18 રાજયોમાં કોરોનાના બબ્બે નવા રૂપના કેસો જોવા મળી રહયા

સૌથી વધુ મહારાષ્ટ્રમાં 31855 નવા કેસો નોંધાયા, કુલ કેસોમાં 13 ટકાનો વધારો

24 કલાકમાં 251ના મોત, કુલ નવા કેસો 53476 નોંધાયા, નવા રૂપના અનેક કેસ

મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ અને ગુજરાતને કારણે દેશમાં કોરોનાએ ભારે તરખાટ મચાવવાનું ચાલુ રાખતા પાંચ મહિનામાં પહેલીવાર નવા કેસોની સંખ્યા એક દિવસમાં 50 હજારનો આંકડો પાર કરી ગઇ હતી. દેશમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 53746 નવા પોઝિટિવ કેસો નોંધાયા હતા અને વધુ 251 દર્દીઓના મૃત્યુ થયાનું નોંધાયું હતું. આ રીતે દેશનો કુલ મૃત્યુ આંક 1 લાખ 60 હજાર થઇ ગયો છે.

દેશમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આજે દૈનિક કેસોની સંખ્યામાં વિક્રમ રૂપ ઉછાળો આવ્યો હતો. ચેપ ઝડપથી ફેલાઇ રહયો છે. કુલ 18 રાજયોમાં કોરોનાના બબ્બે નવા રૂપના કેસો જોવા મળી રહયા હોવાથી સરકાર ચિંતાતુર થઇ ઉઠી છે. છેલ્લ 24 કલાકમાંજ નવા કેસોમાં 13 ટકાનો ભારે વધારો નોંધાયો છે. મહારાષ્ટ્રમાં નવા 31855 કેસો નોંધાયા હતા. ગત ઓકટોબર બાદ પહેલીવાર એક દિવસના કેસો 54 હજારની સપાટીને સ્પર્શી ગયા હતા. પંજાબ, કેરળ, કર્ણાટક અને છત્તીસગઢમાં પણ એકદિવસીય કેસોમાં વિક્રમ સર્જાયો છે. દેશનો કુલ મૃત્યુ આંક 1.6 લાખ થયો છે. અત્યારે દેશમાં 3,95,192 જેટલા એક્ટિવ કેસ હોવાનું નોંધાયું છે.

કેન્દ્રના નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે, કોરોનાના ડબલ મ્યુટંટના 20 ટકા જેટલા કેસો જોવા મળ્યા છે. એકલા મહારાષ્ટ્રમાં જોવા મળેલા આ કેસોની સંખ્યા 206 જેટલી નોંધાઇ છે. નવા રૂપના કેસો દિલ્હી, ગુજરાત અને પંજાબમાં પણ નોંધાયા છે. અત્યારે જેટલા મૃત્યુ નોંધાયા છે. એમાના મોટા ભાગના દર્દીઓ 45 વર્ષથી વધુ વયના છે. કુલ 5 કરોડ 20 લાખ લોકોને રસી અપાઇ ગઇ છે.

Read About Weather here

અત્યારે ભારત સરકારે એકસ્ટ્રા જેનેકા રસીનો પુરવઠો બીજા દેશોને આપવાનું બંધ કર્યુ છે. મુંબઇ અને અન્ય મહાનગરોમાં હોળી-ધુળેટીના તહેવારોના ઉજવણી પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. આજે મહારાષ્ટ્રના વધુ એક જિલ્લા પરભણીમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પરભણીમાં કુલ કેસોની સંખ્યા 5843 થઇ ગઇ છે. એજ રીતે પુણેમાં 5752 નવા કેસ નોંધાયા છે અને 38ના મોત થયા છે. મુંબઇમાં 3512 નવા કેસ નોંધાયા છે. નાગપુરમાં 3095 નવા કેસ નોંધાયા છે અને 33ના મોત થયા છે. પરભણી જિલ્લામાં 31 માર્ચ સુધી લોકડાઉન રહેશે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 132ના મોત થયાનું નોંધાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here