રૂ. 200 કરોડનું નુકસાન…!!!

રૂ. 200 કરોડનું નુકસાન...!!!
રૂ. 200 કરોડનું નુકસાન...!!!

ઓક્યુપન્સી અને રેટ પણ ક્રેશ થયા

કોરોનાની બીજી લ્હેર પૂર્ણ થયા બાદ ધંધાર્થીઓમાં નવી ઉત્સાહ, ઉમંગની સાથોસાથ નવી આશાની કિરણ પણ જાગી હતી કે,  જે અમે કોરનાકાળમાં મેળવી ન શક્યાતે હવે મેળવવાની પૂરી રીતે કોશિશ કરીશું. તેમજ ઘણાખરા ધંધાર્થીઓના તે સ્વપ્ન પુરા પણ થયા.

તેમજ હોટેલ-રેસ્ટોરાના ધંધાર્થીઓને પણ સારો એવો નફો કરતા જોવા મળ્યા. તહેવારોમાં હોટેલ-રેસ્ટોરામાં પગ મુકવી પણ જગ્યા હોત નથી. ત્યારે બીજી બાજુ લગ્ન પ્રસંગની પરિસ્થિતિ પર નજર કરીએ તો નવી ગાઈડલાઈન્સ આવ્યા બાદ નવેમ્બર-ડિસેમ્બર મહિનો તો જાને કેટકેટલાક લગ્નમેળાવળા જોવા મળ્યા.

Visit Saurashtra Kranti Homepage here

તેને માસ તો લગ્નમાસ તરીકે જાહેર થયા હોય તેવું લાગ્યું. પરતું હમણાં કેટલાય સમયથી કોરોનાના નવા વેરીએન્ટ ઓમિક્રોનના કેસોમાં બહોળા પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે. તેમજ તેની સાથોસાથ કોરોનાના કેસોમાં પણ ખુબ જ વધારો જોવા મળ્યો છે.

ત્યારે સરકાર દ્વારા ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર કરી પ્રતિબંધો રખાયા હતા તેની સૌથી મોટી અસર હોટેલ-રેસ્ટોરા પર પડી છે. તેઓને સારા એવા પ્રમાણમાં નુકસાન થયેલ છે. આગાઉથી કરાયેલા બુકિંગ છેલ્લા સમયે કેન્સલ કરવા પડ્યા હતા. અત્યાર સુધીમાં હોસ્પિટાલિટી સેક્ટરને અંદાજે રૂ. 200 કરોડનું નુકસાન થયું છે.

ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન્સ ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું. રાજ્યોને પ્રતિબંધો મૂકવાની ફરજ પાડતા કોવિડ-19 કેસમાં વધારો થતાં ફરીથી અનિશ્ચિતતાનો સામનો કરવો પડી રહ્યો છે. ઇન્ડસ્ટ્રીઝને ડર છે કે સરકારના સમર્થન વિના વ્યવસાયો વધુ બંધ થઈ જશે!

ઇન્ડસ્ટ્રીઝની ઘણી બધી ઉજવણીઓ હતી. ઘણી બધી ઇવેન્ટ્સ કે જેનું આયોજન કરવામાં આવ્યું હતું,લગ્નની સિઝન છે. પરંતુ હવે મીટિંગ્સ અને લગ્નો કેન્સલ થઈ ગયા છે. નવું વર્ષ અને નાતાલથી લઈને અત્યાર સુધી તે તમામ રદ થવાથી લગભગ ઉદ્યોગને 200 કરોડનું નુકસાન થયાનું જોઈન્ટ ઓનરરી સેક્રેટરી પ્રદીપ શેટ્ટીએ જણાવ્યું હતું.

Read About Weather here

ઓમિક્રોન વેરિઅન્ટ કેસમાં વધારાની અસર અંગે તેમણે કહ્યું કે 25મી ડિસેમ્બરથી શહેરની હોટલોમાં દરો અને વ્યવસાયમાં ભારે ઘટાડો થયો છે જે 10 ટકાથી 15 ટકાના ઓક્યુપન્સી અને રેટ પણ ક્રેશ થયા છે. રાજ્ય સરકાર આ સેક્ટરને રાહત આપે તે જરૂરી છે. જેમકે મિલકત વેરાની ચુકવણી પર રાહત મળે તો સપોર્ટ મળી રહે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here