રાજ્યો ઇચ્છે તો સ્વયં લોકડાઉન લગાવી શકે છે: અમિતભાઈ

રાજ્યો ઇચ્છે તો સ્વયં લોકડાઉન લગાવી શકે છે
રાજ્યો ઇચ્છે તો સ્વયં લોકડાઉન લગાવી શકે છે

લોકડાઉનની સંભાવના રાજ્યોના વિવેક ઉપર છોડવાનો ઈશારો કરેલ

ગૃહ મંત્રી અમિતભાઈ શાહે ખાનગી ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે નવી કોવિડની બીજી લહેરને કોઈપણ સંજોગોમાં હળવી નહીં આંકવી જોઈએ. તેમણે લોકડાઉનની સંભાવના રાજ્યોના વિવેક ઉપર છોડવાનો ઈશારો કરેલ અને કહેલ કે ભારત જ નહીં અન્ય દેશોમાં પણ કોવિડની નવી લહેર વધુ ખતરનાક સાબિત થઈ છે. ભારતે બીજા દેશોની તુલનામાં કોવિડ સામે લડવા માટે વધુ સારું કાર્ય કર્યું છે. રાજ્ય સરકારોએ સાથે મળીને આ આપદા સામે લડવું પડશે.

Subscribe Saurashtra Kranti here

તેમણે કહેલ કે દેશમાં રેમડેસીવીર દવા અને ઓક્સિજનની કોઈ જ કમી નથી. નરેન્દ્રભાઈ સતત કોવીડની પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.

ચૂંટણી રેલીઓનો બચાવ કરતાં કહે છે કે ચૂંટણી પંચે નવા નિર્દેશ આપ્યા છે તેનું પાલન થઈ રહ્યું છે. વડા પ્રધાનની રેલીઓમાં પણ પ્રત્યેક જોગવાઈનું પાલન થઈ રહ્યું છે.

Read About Weather here

પશ્ચિમ બંગાળમાં ભાજપ ઓછામાં ઓછી ૨૦૦ બેઠકો જીતશે.

તેમણે કહ્યું કે જયશ્રીરામનો નારો માત્ર ધાર્મિક નારો નથી પરંતુ પશ્ચિમ બંગાળની જનતાનું દર્દ સામે લાવી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ કન્ફ્યુઝ સેક્યુલર પાર્ટી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here