રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે હજુ 1 કરોડ વેક્સીનનો સ્ટૉક ઉપલબ્ધ: કેન્દ્ર

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો

આરોગ્ય મંત્રાલયે કહૃાુ કે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ, અરુણાચલ પ્રદેશ, ગોવા, હિમાચલ પ્રદેશ, કેરળ, મિઝોરમ, ઓરિસ્સા એવા રાજ્યો છે જ્યાંથી વેક્સીનની કમીના કોઈ સમાચાર સામે આવ્યા નથી

આરોગ્ય મંત્રાલયે નિવેદન જાહેર કરીને કહૃાુ કે હજુ રાજ્યો પાસે ૧ કરોડ વેક્સીનનો સ્ટૉક બચ્યો છે. આ ઉપરાંત આગલા ૩ દિવસમાં ૮૦ લાખ વધુ વેક્સીન ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. આરોગ્ય મંત્રાલય અનુસાર સૌથી વધુ કોરોના વેક્સીનનો ડોઝ (૧૦ લાખ) ઉત્તર પ્રદેશ પાસે ઉપલબ્ધ છે. ત્યારબાદ મહારાષ્ટ્ર(૯ લાખ) અને બિહાર(૭.૫૦ લાખ) બીજા અને ત્રીજા સ્થાને છે.

Subscribe Saurashtra Kranti here

મંત્રાલયના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ૧.૪ કરોડ લોકોને રસી લગાવવામાં આવી ચૂકી છે. રાજસ્થાનમાં ૧.૩ કરોડ, ઉત્તર પ્રદેશમાં ૧.૨૩ કરોડ અને ગુજરાતમાં ૧.૨૧ કરોડ લોકોને કોરોના વાયરસની રસી લગાવવામાં આવી ચૂકી છે. આ ઉપરાંત આરોગ્ય મંત્રાલયે કહૃાુ કે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ, અરુણાચલ પ્રદેશ, ગોવા, હિમાચલ પ્રદેશ, કેરળ, મિઝોરમ, ઓરિસ્સા એવા રાજ્યો છે જ્યાંથી વેક્સીનની કમીના કોઈ સમાચાર સામે આવ્યા નથી.

વળી, દેશમાં મંગળવાર સુધી ૧૪.૫ કરોડ લોકોને કોવિડની વેક્સીન આપવામાં આવી ચૂકી છે જેમાં ૯૩,૨૪,૭૭૦ આરોગ્યકર્મી જેમને કોરોનાનો પહેલો ડોઝ લગાવવામાં આવી ચૂક્યો છે. જ્યારે ૬૦,૬૦,૭૧૮ આરોગ્યકર્મીઓને કોરોનાનો બીજો ડોઝ પણ લગાવવામાં આવી ચૂક્યો છે. આ ઉપરાંત ૧,૨૧,૧૦,૨૫૮ ફ્રંટલાઈન વર્કરોને કોરોનાનો પહેલો જ્યારે ૬૪,૨૫,૯૯૨ ફ્રંટલાઈન વર્કરોને કોરોનાનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.

Read About Weather here

મંત્રાલયના જણાવ્યા અનુસાર ૪,૯૩,૪૮,૨૩૮ લાભાર્થી ૪૫ વર્ષથી ૬૦ વર્ષની ઉંમરના છે જેને કોરોનાનો પહેલો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. જ્યારે ૪૫થી ૬૦ વર્ષની ઉંમરના ૨૬,૯૨,૩૭૬ લાભાર્થી એવા છે જેમને કોરોનાનો બીજો ડોઝ પણ આપવામાં આવી ચૂક્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૦ લાખ ૧૦ હજાર લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી ચૂકી છે. ૨૨,૭૯૭ સત્રોમાં ૧૯,૭૩,૭૭૮ લોકોને કોરોનાનો પહેલો ડોઝ આપવામાં આવ્યો જ્યારે ૧૨,૦૦,૯૧૦ લોકોને કોરોનાનો બીજો ડોઝ આપવામાં આવ્યો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here