રાજ્યમાં હજારો વાહનો થઈ જશે ભંગાર..!

રાજ્યમાં હજારો વાહનો થઈ જશે ભંગાર..!
રાજ્યમાં હજારો વાહનો થઈ જશે ભંગાર..!

ગાંધીનગરમાં નવી સ્ક્રેપ નીતિ અંતર્ગત મહાત્મા મંદિરમાં ખાસ કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રોકાણકારોને સંબોધન

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરી

નવી સ્ક્રેપ નીતિ દરેક ક્ષેત્રે સકારાત્મક પરિવર્તન લાવશે: મોદી

કચ્છમાં સ્ક્રેપ પાર્ક અને અલંગમાં સ્ક્રેપ પ્લાન્ટની ગુજરાતને ભેટ આપતા ગડકરી

વ્હીકલ સ્ક્રેપ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ માટે 6 એમઓયુ કરતી ગુજરાત સરકાર

ભારત વિશ્વનું પાંચમાં ક્રમનું મોટું ઓટો બજાર છે: રૂપાણી

ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં નવી સ્ક્રેપ નીતિની મહત્વની ઘોષણાનાં કાર્યક્રમમાં રોકાણકારોની સમિટને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, નવી સ્ક્રેપ પોલીસી દેશનાં ઓટો સેક્ટરને નવી ઓળખ પ્રદાન કરશે અને દરેક ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન આવશે. રાજ્ય માટે બે મહત્વની ભેટ આજે કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવી હતી.

કેન્દ્રનાં માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કચ્છમાં વાહનો જુના વાહનો અને સ્ક્રેપ પાર્ક બનાવવાની અને ભાવનગર પાસે અલંગમાં દેશનો સૌ પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ શરૂ કરવાની જાહેરાત કરી હતી. નવી નીતિ 1 ઓક્ટોબર 2021 થી લાગુ થશે એ મુજબ 15 વર્ષ જુના વાહનો હવે દેશનાં માર્ગો પર દોડતા બંધ થઇ જશે અને દેશમાં પર્યાવરણ પ્રદુષણનાં પ્રમાણમાં નોંધ પાત્ર ઘટાડો થશે.

Visit Saurashtra Kranti Homepage here

મહાત્મા મંદિરમાં યોજાયેલા ખાસ કાર્યક્રમમાં ગડકરીએ નવી સ્ક્રેપ નીતિની જાહેરાત કરી હતી. આ તકે રોકાણકારો  માટેની ખાસ પરિષદને વર્ચ્યુઅલ સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, 75 માં આઝાદી દિવસ પહેલા આજનો આ કાર્યક્રમ આત્મનિર્ભર ભારતની દિશામાં એક મોટું અને મહત્વનું કદમ છે. નવી સ્ક્રેપ નીતિ આત્મનિર્ભરતાને નવી ઓળખ આપશે એટલું જ નહીં ઓટો સેક્ટરને પણ નવી ઓળખ પ્રદાન કરશે સાથે-સાથે દરેક સેક્ટરમાં સકારાત્મક પરિવર્તન આવશે.

વડાપ્રધાન મોદીએ ઉમેર્યું હતું કે આવનારા 25 વર્ષ દેશ માટે ખૂબ જ મહત્વનાં છે. પર્યાવરણ અને જમીન સંશોધનોની રક્ષા કરવાનું પણ ખૂબ જરૂરી બનશે. વડાપ્રધાને વ્હીકલ સ્ક્રેપનાં પાયા ગત માળખામાં મોટા પાયે રોકાણ કરવા માટે આગળ આવવા રોકાણકારોને અનુરોધ કર્યો હતો.

કેન્દ્રીય મંત્રી ગડકરીએ નવી નીતિ જાહેર કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં 4 સ્થળે સ્ક્રેપ માટેનાં પાર્ક બનશે. કચ્છમાં જુના વાહનોનાં સ્ક્રેપ માટેનો ખાસ પાર્ક સ્થાપવામાં આવશે. એશિયાનાં દેશો વાહનોને સ્ક્રેપ કરવા માટે ગુજરાત મોકલશે. કંડલા બંદરેથી આવા વાહનો ગુજરાત આવશે એટલે જુના વાહનોને ભંગાર વાઢે મોકલવા માટે ગુજરાતમાં 4 થી 5 સ્થળે ભંગારવાળા બનાવવામાં આવશે.

સ્ક્રેપમાં વાહન કાઢી નાખનારાઓને પ્રમાણપત્ર અપાશે. જેના આધારે નવી કાર કે અન્ય વાહનની ખરીદી પર રોડ ટેક્સમાં 25% ની રાહત આપવામાં આવશે. કોમર્શિયલ વાહનો માટે વેરામાં 15% રાહત અપાશે. મોટર વ્હીકલ ટેક્સમાં પણ આ પ્રમાણપત્રના આધારે 25% વેરા રાહત અપાશે. એમણે જણાવ્યું હતું કે નવી નીતિને પગલે રોજગારી વધશે અને ઓટો ઉદ્યોગને નવો પ્રાણવાયુ મળશે.

Read About Weather here

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ભારત વિશ્વનું પાંચમાં ક્રમનું સૌથી મોટું ઓટો બજાર છે. નવી નીતિથી હવે જુના અને ખરાબ વાહનો ઓછા થઇ જશે. આત્મનિર્ભર ભારત અભિયાનમાં આ નીતિ મહત્વની ભૂમિકા ભજવશે. ગડકરી અને મુખ્યમંત્રીની હાજરીમાં ગુજરાત સરકારે 6 એમઓયુ કર્યા હતા.(૨.૧૨)

નવી સ્ક્રેપ નીતિમાં મહત્વનાં મુદ્દા

  • સરકારી અને કોમર્શિયલ વાહનો 15 વર્ષે ભંગારવાળામાં જશે
  • જુના પેસેન્જર વાહનો 20 વર્ષે સ્ક્રેપ માટે આપવા જરૂરી
  • વાહનોની ચકાસણી માટે ખાસ ઓટોમેટીક ફિટનેશ સેન્ટર સ્થપાશે
  • સેન્ટરમાં નબળા પુર્વાર્થનાં વાહનોને સ્ક્રેપ માટે મોકલવા ફરજીયાત
  • નવી કારની ખરીદી પર રોડ ટેક્સમાં 25% ની છૂટ, રજીસ્ટ્રેશન ફી માફી
  • નવા કોમર્શિયલ વાહનોની ખરીદી પર 15% વેરા રાહત
  • જુના વાહનો ઘટવાથી રૂ.9550 કરોડની બચત થવાની શક્યતા
  • દર વર્ષે અંદાજે રૂ.2400 કરોડનાં ઇંધણની બચત થશે
  • વાહનોનાં સ્ક્રેપીંગથી રૂ.6550 કરોડનું સ્ક્રેપ મળશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here