રાજયમાં ધો.6 થી 8નાં વર્ગો પ્રારંભ થવાની તારીખ જાહેર

રાજયમાં ધો.6 થી 8નાં વર્ગો પ્રારંભ થવાની તારીખ જાહેર
રાજયમાં ધો.6 થી 8નાં વર્ગો પ્રારંભ થવાની તારીખ જાહેર


શાળાઓમાં 50 ટકા ક્ષમતા સાથે વિદ્યાર્થીઓને બેસાડવા રાજય સરકારનો આદેશ: શાળાઓમાં કેન્દ્રના કોરોના નિયમોના પાલનનું સખ્તાઇથી અનુસરણ કરવા આદેશ: વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત

વિદ્યાર્થીઓને હેલ્થ ચકાસણી બાદ જ પ્રવેશ: તમામ સરકારી અને ગ્રાન્ટેડ સ્વનિભર શાળાઓમાં હેન્ડવોશ, સેનીટાઇઝર રાખવા જરૂરી
સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજીયાત, શાળાઓને સતત સ્વચ્છ રાખવી પડશે: ઓનલાઇન શિક્ષણ પણ સાથે સાથે ચાલુ રહેશે: શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

Visit Saurashtra Kranti Homepage here

કોરોનાની મહામારી બાદ સતત થપ્પ થઇ ગયેલા શિક્ષણનાં તંત્રમાં હવે નવ જીવન આવી રહયું છે. ગુજરાતમાં કોરોના પરિસ્થિતિ એકદમ કાબુ હેઠળ હોવાથી ધો.6 થી 8નાં વર્ગો પણ શરૂ કરી દેવાનો આજે રાજય સરકારે મહત્વ પૂર્ણ નિર્ણય લીધો છે.

ગુજરાત સરકારની કોરકમીટીની બેઠક બાદ જાહેર કરવામાં આવ્યું હતું કે, જન્માષ્ટમી પર્વ બાદ તા.2 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ધો.6 થી 8નાં ઓનલાઇનની સાથે સાથે ઓફલાઇન શિક્ષણ પણ ચાલુ રહેશે. કેબીનેટની બેઠક બાદ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આગામી તા.2 સપ્ટેમ્બર ગુરૂવારથી વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી હતી.

શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, 32 લાખ જેટલા વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય શરૂ થઇ રહયું છે. ઓનલાઇન શિક્ષણ પ્રક્રિયા પણ ચાલુ રાખવામાં આવશે. શાળામાં માતા-પિતાની સંમતી બાદ જ પ્રવેશ આપવામાં આવશે.

પ્રવેશ આપતા પહેલા આરોગ્ય ચકાસણી કરવાનું પણ ફરજીયાત રહેશે. રાજયની તમામ સરકારી અને ગ્રાન્ટેડ સ્વનિર્ભર શાળાઓના ધો.6 થી 8નાં વર્ગો શરૂ થઇ જશે.

દરેક શાળાઓમાં વિદ્યાર્થીઓને 50 ટકા કેપેસીટી સાથે વર્ગ ખંડોમાં સામાજીક અંતર સાથે બેસાડવાનાં રહેશે. શાળાઓમાં સ્વચ્છતાનું ધોરણ સતત જાળવવાનો આદેશ અપાયો છે એટલું જ નહીં શાળાઓમાં હેન્ડ વોશ અને સેનેટાઇઝની પણ વ્યવસ્થા કરવાનું ફરજીયાત રહેશે.

વર્ગ ખંડોમાં બાળકોને સામાજીક અંતર જાળવીને બેસાડવાના રહેશે. માં-બાપની સંમતી બાદ જ પ્રવેશ અપાનાર છે એટલે વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રાખવામાં આવી છે. કેન્દ્ર સરકારની કોરોના અંગેની એસઓપીનું સતત પાલન કરવાનું રહેશે. આ રીતે હવે ગુરૂવારથી રાજયભરની માધ્યમીક શાળાઓ બાળકોના ખીલખીલાટથી ગુંજી ઉઠશે.

Read About Weather here

શિક્ષણ મંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે, કેબીનેટની બેઠકમાં વરસાદ તથા પાણીની સ્થિતિ અંગે પણ સઘન ચર્ચા વિચારર્ણા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, વરસાદની આશા લઇને બેઠા છીએ પરંતુ રાજયમાં પીવાના પાણીની કોઇ તકલીફ નહીં પડે. રાજય સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. એવું પણ જાહેર કરાયું છે કે, શાળાઓમાં વિદ્યાર્થીઓને ક્રમવાર બોલાવવામાં આવશે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here