મુંબઇના કોવિડ હોસ્પિટલમાં આગ, 10 જીવતા ભુંજાયા…

MUMBAI-મુંબઇ
MUMBAI-મુંબઇ

Subscribe Saurashtra Kranti here

મુંબઇમાં કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ

મુંબઇના ભાંડુપ વિસ્તારમાં આવેલા એક મોલના ત્રીજા માળે આવેલી કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 10 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. જો કે, હોસ્પિટલમાં દાખલ 70 દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તેઓને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 22 ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આગને કાબૂમાં લેવા પહોંચી હતી. હોસ્પિટલમાં રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.

આપને જણાવી દઈએ કે જે મોલમાં આગ લાગી હતી, તે મોલ 2009માં બનાવવામાં આવ્યો હતો. આ મોલ લગભગ 1000 જેટલી નાની દુકાનો, 2 બેંકવેટ હૉલ અને એક હોસ્પિટલ છે. કોરોનાની હોસ્પિટલ શરૂ કરવા માટે ગયા વર્ષે કંડિશનલ ઓસી આપવામાં આવ્યું હતું. મોલ વિવાદિત રહ્યો છે અને ચાર વર્ષ પહેલા NCLTએ એક એડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરેલ છે.

મુંબઇના કોવિડ હોસ્પિટલમાં આગ, 10 જીવતા ભુંજાયા... મુંબઇ

મોલમાં આગ લાગ્યા બાદ ત્રીજા માળે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને એમ્બ્યુલન્સ દ્વારા બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આગનું કારણ જાણી શકાયું નથી

મુંબઇના મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું હતું કે આગના કારણો હજુ સુધી જાણી શકાયું નથી. તેમણે કહ્યું કે મેં પહેલીવાર મોલમાં હોસ્પિટલ જોઈ છે. આ કેસમાં કાર્યવાહી કરવામાં આવશે. તેઓએ કહ્યું કે હોસ્પિટલમાં કોવિડ દર્દીઓ સહિત 70 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Read About Weather here

મુંબઇના કોવિડ હોસ્પિટલમાં આગ, 10 જીવતા ભુંજાયા... મુંબઇ

ઘટનાસ્થળે આગ પર કાબૂ મેળવવા માટે 22 ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here