બ્લેક બોક્સ એટલે શું? દુર્ઘટનાનું કારણ જાણવા અતિ જરૂરી સાધન

બ્લેક બોક્સ એટલે શું? દુર્ઘટનાનું કારણ જાણવા અતિ જરૂરી સાધન
બ્લેક બોક્સ એટલે શું? દુર્ઘટનાનું કારણ જાણવા અતિ જરૂરી સાધન

દુર્ઘટના સ્થળે 30 દિવસ સુધી દર સેક્ધડે બીપ બીપ સંકેત મોકલવા સક્ષમ: મજબૂત ધાતુમાંથી બનતું બ્લેક બોક્સ, બે કલાકની વાતચીત રેકર્ડ કરી શકે છે

વિમાન અને હેલિકોપ્ટરનાં આમ તો તમામ સ્પેરપાર્ટ કે યંત્ર મહત્વનાં જ હોય છે પણ સૌથી મહત્વનું કોઈ સાધન હોય તો એ તેનું બ્લેક બોક્સ હોય છે. કેમકે કોઈપણ વિમાન કે હેલિકોપ્ટર દુર્ઘટના ગ્રસ્ત થાય ત્યારે તેનું સાચું અને સચોટ કારણ બ્લેક બોક્સ થકી જ જાણી શકાય છે. બુધવારે તમિલનાડુમાં ભારતનાં સર સેનાપતિ સીડીએસ જનરલ બિપીન રાવતને લઇ જતું હેલિકોપ્ટર એકાએક ક્રેશ થઇ આગનો ગોળો બની ગયું હતું.

Read Local News / Articles : Saurashtra , Gujarat

ઘટના સ્થળે ગઈકાલે પહોંચેલા ભારતીય સેનાનાં તપાસનીશોએ સમગ્ર વિસ્તારમાં ઊંડી તપાસ કરીને બ્લેક બોક્સ શોધી કાઢ્યું છે એટલે હવે જનરલને શહીદ કરવામાં નિમિત બનનાર હેલિકોપ્ટર દુર્ઘટનાનું કારણ જાણવામાં ખૂબ મદદ મળશે. બ્લેક બોક્સ શું છે એ વિશે જાણવું જરૂરી છે.

નિષ્ણાંતોએ આપેલી માહિતી મુજબ વિમાન કે હેલિકોપ્ટર માટે અત્યંત મહત્વનું ગણાતું બ્લેક બોક્સ ખૂબ જ મજબુત ધાતુમાંથી બનાવવામાં આવે છે. દુર્ઘટના સ્થળે બ્લેક બોક્સ જ્યાં પણ પડ્યું હોય ત્યાં દર સેક્ધડે બીપ બીપ નાં તરંગો મોકલતું રહે છે. 30 દિવસ સુધી એ તરંગો મોકલી શકે છે. વળી બ્લેક બોક્સ 30 દિવસ સુધી વીજ પાવર વિના પણ કામ કરી શકે છે. બ્લેક બોક્સ અગન ગોળા વચ્ચે પણ સલામત રહી શકે છે.

Read About Weather here

1100 સીસીએલ જેવા ભારે તાપમાનમાં પણ એક કલાક સુધી ટકી શકે છે. દુર્ઘટના બાદ તેમાંથી નીકળતા તરંગોને કારણે જ શોધખોળ ટુકડીઓ તેને શોધી શકે છે. વિમાન કે હેલિકોપ્ટર ચલાવતા પાઈલોટની કમાન્ડ સેન્ટર સાથે થયેલી બે કલાક સુધીની વાતચીત તેમાં રેકોર્ડ થઇ શકે છે. એટલે તેના પરથી દુર્ઘટના પહેલા અંદર શું થયું તેની વિગતો જાણી શકાય છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here