બંગાળની હિંસાના મુદે ભાજપના દેશવ્યાપી ધરણા

બંગાળની હિંસા
બંગાળની હિંસા

બંગાળના તોફાનોના વિરોધમાં બેનરો ફરકાવી સુત્રોચાર કરવામાં આવ્યા હતા

ગુજરાતમાં તમામ શહેરોમાં ભાજપ સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો રસ્તા પર, ઠેર-ઠેર ધરણા અને ઉગ્ર દેખાવો, ભાજપની વિરૂધ્ધમાં કોંગ્રેસના પણ દેખાવો, કોરોનાના કપરા માહોલમાં બન્ને મુખ્ય પક્ષો દર્દ ભુલી વેર વસુલવાના મીજાજમાં, રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત વગેરે સ્થળે જાહેરનામાનો ખુલ્લે આમ ઉલાળીયો

બેનરો ફરકાવીને ધરણા કરતા ભાજપ નેતાઓ અને કાર્યકરો, જાહેરનામાંથી મુક્તિ કઇ રીતે? લોકોમાં ચર્ચાતો પ્રશ્ર્ન

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ શહેરો અને ગુજરાતના તમામ મહાનગરોમાં કોરોનાના દર્દ પીડા અને માતમના માહોલને ભુલીને આજે બંગાળની હિંસાના મુદ્ાને આગળ ધરી ભાજપે દેશ વ્યાપી ધરણા સવારથી શરૂ કર્યા હતા. ગુજરાતની સાથે સાથે દેશ આખામાં બંગાળના મામલે શરૂ થયેલા ધરણામાં જોડાવા માટે ભાજપના સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો, સ્થાનિકથી માંડીને પ્રદેશ સુધીના આગેવાનો રસ્તા પર ઉતરી પડયા હતા.

Subscribe Saurashtra Kranti here

ગુજરાતમાં કોઇ રાજકીય કાર્યક્રમો નહીં કરવાના રાજય સરકારના સ્પષ્ટ જાહેરનામાં અને આદેશ છતાં ભાજપે ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો. સામે પક્ષે ભાજપના આ પગલામાં વિરોધમાં કોંગ્રેસ દ્વારા પણ ઠેર-ઠેર વળતા સામા ધરણા અને વિરોધ પ્રદશનો યોજવામાં આવ્યા હતા. ત્યારે સામાન્ય જનને જાહેરનામાંથી મુકતી નથી અપાતી ત્યારે ભાજપને કઇ રીતે મુક્તિ મળી જાય છે અને કઇ રીતે અન્ય રાજકીય કાર્યક્રમો કરવા દેવાય છે એવા સવાલો લોકોમાં ભારે રોષ સાથે પુછવામાં આવી રહયા છે.

અમદાવાદમાં નરહરી અમીનની આગેવાની નીચે ભાજપ કાર્યકરોએ ઠેર-ઠેર ધરણા કર્યા હતા. બંગાળના તોફાનોના વિરોધમાં બેનરો ફરકાવી સુત્રોચાર કરવામાં આવ્યા હતા. આવા કાર્યક્રમ આવા સમયમાં કેમ એવો સવાલ પછવામાં આવતા નરહરી અમીને એવો બચાવ કર્યો હતો કે, લોકશાહી મરી રહી હોય ત્યારે વિરોધ કરવો જરૂરી બને છે. મને ખબર છે અમારી સરકારનું જાહરનામું છે પરંતુ સ્થિતિ એવી સર્જાઇ છે કે, અમારે વિરોધ દર્શાવવો પડે.

Read About Weather here

સુરતમાં મોટા પાયે ભાજપ આગેવાનો અને કાર્યકરોએ ધરણા કર્યા હતા. ઠેર-ઠેર વિરોધ પ્રદશનો યોજાયા હતા. વડોદરામાં સાંસદ રંજન ભટ્ટની આગેવાની નીચે ઠેર-ઠેર ધરણાના કાર્યક્રમો યોજાયા હતા. સુરત અને અમદાવાદમાં ભાજપના આવા કાર્યક્રમોના વિરોધમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પણ ધરણા કર્યા હતા. રાજકોટના તમામ 18 વોર્ડમાં ભાજપના આગેવાનો ધરણા પર બેઠા છે એ દિવસભર ચાલશે.

રાજકોટમાં એક સ્થળે તો ભાજપ અને કોંગ્રેસની છાવણીઓ સામ સામે નખાઇ જતા વચ્ચે પોલીસને તૈનાત કરવી પડી હતી. લોકોમાં ભાજપના કાર્યક્રમો સામે ભારે રોષ જોવા મળી રહયો છે. કોરોનાના આવા કપરા કાળમાં દર્દીઓ અને પરીવારજનોની મદદે દોડી જવાને બદલે આવા કાર્યક્રમો કરવાના ભાજપના આવા પગલાથી લોકોમાં જબરદસ્ત રોષ જાગી ઉઠેલો જોવા મળ્યો છે. અમદાવાદમાં અમિત શાહના ગઢ મણીગઢમાં ધારાસભ્ય સુરેશ પટેલની આગેવાનીમાં ધરણા યોજાયા હતા. અમરેલીના જાફરાબાદમાં ભાજપે હિરા સોલંકીની આગેવાનીમાં ધરણા કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here