કેન્દ્રસરકાર કોરોનાથી અવસાન થયેલ પત્રકારોનાં પરિવારોને રૂ.5 લાખ સહાય આપશે

માહિતી અને પ્રસારણ મંત્રાલયની પત્રકાર કલ્યાણ યોજના અંતર્ગત સહાય

67 પત્રકારોના પરિવારો માટે આર્થિક સહાય મંજુર, કોરોના સિવાય અન્ય કારણોસર અવસાન થયેલ 11 પત્રકારોના પરિવારની અરજી ધ્યાને લેવાઈ

માહિતી અને પ્રસારણ મંત્રાલય અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોએ માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરના માર્ગદર્શન હેઠળ સૂઓ મોટો હાથ ધરીને, વર્ષ 2020 અને 2021 દરમિયાન મહામારીના કારણે જીવ ગુમાવનારા પત્રકારોની વિગતો એકત્રિત કરી અને પત્રકાર કલ્યાણ યોજના અંતર્ગત પત્રકારોના પરીવારોને આર્થિક સહાયતા આપવા માટે વિશેષ કવાયત હાથ ધરી છે.

Subscribe Saurashtra Kranti here

કેન્દ્ર સરકારે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અમિત ખરેની અધ્યક્ષતામાં પત્રકાર કલ્યાણ યોજના સમિતિ દ્વારા કરવામાં આવેલા પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ પ્રસ્તાવમાં કોવિડ-19ના કારણે મૃત્યુ પામનારા 26 પત્રકારોના પ્રત્યેક પરીવારોને રૂપિયા 5 લાખની આર્થિક સહાય આપવાની જોગવાઇ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે કોવિડના કારણે મૃત્યુ પામનારા 41 પત્રકારોના પરીવારોને આ પ્રકારની સહાયતા આપી હોવાથી કુલ 67 પરીવારોને સહાય આપવામાં આવી છે. સમિતિએ કોવિડના કારણે જીવ ગુમાવનારા પત્રકારોના પરિવારો પ્રત્યે ખૂબ જ દિલસોજી વ્યક્ત કરી હતી.

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોએ કોવિડ-19ના કારણે જીવ ગુમાવનારા સંખ્યાબંધ પરિવારો સુધી પહોંચવા માટે સક્રિય કામગીરી કરી છે અને તેમને આ યોજના તેમજ દાવો દાખલ કરવા વિશે માર્ગદર્શન આપ્યું છે.

સમિતિએ JWS હેઠળ આર્થિક સહાયતાની અરજીઓની પ્રક્રિયા ઝડપથી આગળ વધી શકે તે માટે સાપ્તાહિક ધોરણે બેઠક યોજવાનો પણ નિર્ણય લીધો છે.

Read About Weather here

સમિતિએ કોવિડ-19 સિવાયના કારણોસર જીવ ગુમાવનારા 11 પત્રકારોના પરિવારોની અરજીઓ પણ ધ્યાને લીધી હતી. 

JWSની બેઠકમાં PIBના અગ્ર મહા નિદેશક જયદીપ ભટનાગર, સંયુક્ત સચિવ (I&B) વિક્રમ સહાય, સમિતિના પત્રકારોના પ્રતિનિધિઓ સંતોષ ઠાકુર, શ્રી અમિત કુમાર, શ્રી ઉમેશ કુમાર, સુશ્રી સર્જના શર્મા સહિત અન્ય સભ્યોએ પણ ભાગ લીધો હતો.

પત્રકારો અને તેમના પરિવારો PIBની વેબસાઇટ મારફતે પત્રકાર કલ્યાણ યોજના (JWS) અંતર્ગત મદદ : https://accreditation.pib.gov.in/jws/default.aspx લીંક પર અરજી કરી શકશે તેમ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here