નારાજ હાર્દિક પટેલને મનાવી લેવા રાહુલ ગાંધી મેદાનમાં

નારાજ હાર્દિક પટેલને મનાવી લેવા રાહુલ ગાંધી મેદાનમાં
નારાજ હાર્દિક પટેલને મનાવી લેવા રાહુલ ગાંધી મેદાનમાં

હાર્દિક સાથેની સમસ્યાઓ સુલઝાવી લેવા પ્રદેશ કોંગ્રેસનાં નેતાઓને આદેશ

છેલ્લા થોડા સમયથી પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીથી નારાજ થયેલા અને અકળામણ અનુભવી રહેલા પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ અને યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલને મનાવી લેવા ખૂદ રાહુલ ગાંધીએ મામલો હાથમાં લીધો હોવાનું અને હાર્દિકને રાહુલે પોતે સીધો સંદેશો મોકલ્યો હોવાનું કોંગ્રેસનાં વિશ્ર્વસનીય સુત્રોએ જણાવ્યું હતું.

કોંગ્રેસનાં વર્તુળોનાં કથન મુજબ રાહુલે હાર્દિક પટેલને અંગત સંદેશો મોકલી પક્ષમાં ચાલુ રહેવા અનુરોધ કર્યો છે. એટલું જ નહીં હાર્દિક સાથેનાં મતભેદો સુલઝાવી લેવા રાહુલે પ્રદેશ કોંગ્રેસનાં ઇન્ચાર્જ અને અન્ય નેતાઓને પણ આદેશ આપ્યો છે. આ ઘટનાક્રમનું અનુમોદન કરતા કોંગ્રેસનાં રાષ્ટ્રીય મહામંત્રી રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, હા, પક્ષની નેતાગીરીએ હાર્દિક પટેલ સાથે વાતચીત કરી છે પણ એ અંગેની વિગતો ગુજરાતનાં પ્રભારી રઘુ શર્મા જ આપી શકે.

જયારે પ્રભારી ડો. રઘુ શર્માનો સંપર્ક સાધવાનો પ્રયાસ થયો ત્યારે એમનો ફોન પર પણ રૂબરૂ સંપર્ક થઇ શક્યો ન હતો. જાણવા મળ્યું છે કે, પક્ષની નેતાગીરી દ્વારા થતી અવગણનાથી નારાજ થયેલા હાર્દિક પટેલે ગઈકાલે એમના ટ્વીટર બાયો પરથી કોંગ્રેસનું નામ હટાવી દીધું છે અને પ્રોફાઈલમાંથી પણ પક્ષનાં પ્રતિકુળ ચિત્ર હટાવી દીધું છે.

Visit Saurashtra Kranti Homepage here

છેલ્લા થોડા સમયથી રાજકીય કોરીડોરમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, હાર્દિક ભાજપમાં જોડાઈ જવાની તૈયારીમાં છે. આ અફવા જો કે હાર્દિકે અનેકવાર નકારી કાઢી છે અને કહ્યું છે કે, હું રાહુલ કે પ્રિયંકા ગાંધીથી નારાજ નથી પણ પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીનાં મારા તરફનાં અભિગમને કારણે હું વ્યથિત છું.

ચૂંટણીઓ નજીક છે એટલે પ્રામાણિક અને મજબુત લોકોને સાથે રાખીને તૈયારીઓ શરૂ થઇ જવી જોઈએ. એક સિનિયર કોંગ્રેસી પદાધિકારીએ જણાવ્યું હતું કે, જો હાર્દિક કોંગ્રેસ છોડી જશે તો કોંગ્રેસને ભારે નુકશાન થઇ શકે છે.

Read About Weather here

આપ માં જોડાઈ રહ્યાની પણ અફવા હવે જોર પકડી રહી છે. હવે આગામી દિવસોમાં હાર્દિકની રાજકારણની દિશા નક્કી થઇ જવાની શક્યતા છે. રાહુલ ગાંધીએ આદેશ આપ્યો હોવાથી હવે પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી હાર્દિકને મનાવવાની દિશામાં આગળ વધે છે કે કેમ એ જોવાનું રહે છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here