દેશમાં કોલસાની અછતથી ઘેરાતું વીજસંકટ …

દેશમાં કોલસાની અછતથી ઘેરાતું વીજસંકટ ...
દેશમાં કોલસાની અછતથી ઘેરાતું વીજસંકટ ...

કોલસાની ઘટથી આઠ મોટા વીજ ઉત્પાદન પ્લાન્ટ ઠપ્પ

દેશમાં કોલસાની કમીથી ધેરાઇ જઇ રહયું છે વીજસંકટ. કોલસાની કમીના કારણે દેશના આઠ મોટા વીજ ઉત્પાદન પ્લાન્ટ બંધ થઈ ગયા છે. 40 વીજ ઉત્પાદન પ્લાન્ટ એવા છે જેમાં માત્ર 10 ટકા જ કોલસાનો જથ્થો બન્યો છે.

નેશનલ પાવર પોર્ટલ (એનપીપી)ના રિપોર્ટ અનુસાર દેશમાં આયાતીત કોલસા પર નિર્ભર 3041 મેગાવોટ વીજળી ઉત્પાદનની ક્ષમતા વાળા આઠ વીજ ઉત્પાદન પ્લાન્ટ બંધ પડ્યા છે. જયારે ઘરેલુ કોલસા પર નિર્ભર 88 વીજ ઉત્પાદન પ્લાન્ટ એવા છે જયાં કોલસાનું ગંભીર સંકટ છે. આયાતીત કોલસા પર નિર્ભર 15 વીજ ઉત્પાદન પ્લાન્ટમાંથી 8 પ્લાન્ટ બંધ પડયા છે.
કેન્દ્રીય વિદ્યુત ઓથોરીટીના અનુસાર દેશમાં સંચાલીત 173 વીજળી ઉત્પાદન પ્લાન્ટમાંથી 108 પ્લાન્ટમાં કોલસાનો જથ્થો ગંભીર શ્રેણીમાં છે. એમાંથી 150 પ્લાન્ટ એવા છે જે ઘરેલુ કોલસા પર નિર્ભર છે.

Visit Saurashtra Kranti Homepage here

વિજળીની માંગ અત્યધિક હોવાથી 7 દિવસમાં ગંભીર શ્રેણીમાં જનારા વીજળી ઉત્પાદન પ્લાન્ટની સંખ્યા 88 થઈ ગઈ છે, જયારે 40 પ્લાન્ટ એવા છે. જયાં જરૂરિયાતની તુલનામાં માત્ર 10 ટકા કોલસાનો જથ્થો છે. કોલસાના ગંભીર સંકટથી 30 એપ્રિલે દેશમાં 5816 મેગાવોટ વીજળીની કમી રહી હતી.

Read About Weather here

કોલસા સંકટ દરમિયાન 29 એપ્રિલે વીજળીની માંગ વધીને 207 ગીગાવોટ થઈ ગઈ હતી. 28 એપ્રિલે આ માત્ર 183 ગીગાવોટ હતી એક વર્ષ પહેલા પીકમાં વીજળીની માંગ 183 ગીગાવોટ હતી. દેશમાં 12 એપ્રિલે 100 મીલીયન યુનિટ વીજળીનું સંકટ હતું જે 29 એપ્રિલે અર્થાત 17 દિવસમાં 214.12 મિલિયન યુનિટ થઈ ગયું હતું. પીકમાં 29 એપ્રિલે કુલ 8120 મેગાવોટ વીજ સંકટ રહ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here