દેશમાં કોરોનાનો ઉપાડો વધ્યો: નવા 46 હજાર કેસ, 607નાં મોત

દેશમાં ઓમિક્રોનની સંખ્યામાં વધારો
દેશમાં ઓમિક્રોનની સંખ્યામાં વધારો

કેરળ રાજયમાં સૌથી વધુ કેસો, 24 કલાકમાં 31 હજારથી વધુ કેસો નોંધાયા


કેરળ જેવા રાજયોને કારણે દેશમાં કોરોના મહામારીની બીજી લ્હેરનો અંત આવી રહયો નથી. છેલ્લા 24 કલાક દરમ્યાન દેશમાં 46164 નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા અને વધુ 607 દર્દીઓના મૃત્યુ થયાનું નોંધાયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 32 કરોડ 55 લાખ અને 85 હજારથી પણ વધુ થઇ ગઇ છે તેમ કેન્દ્રના આરોગ્ય ખાતાની એક યાદીમાં જણાવ્યું હતું. નવા 607 મૃત્યુ થવાની સાથે દેશમાં કોરોનાથી થયેલા મૃત્યુનો કુલ આંક વધીને 4,36,365નાં આંકડા પર પહોંચી ગયો છે.


દેશમાં સૌથી વધુ કેરળ રાજયમાં કોરોનાના કેસો દરરોજ હજારોની સંખ્યામાં નોંધાય રહયા છે. દેશમાં નોંધાયેલા 46164 કેસો પૈકી કુલ 31445 કેસો તો એકલા કેરળ રાજયમાં નોંધાયા છે. એક્ટિવ કેસોની સંખ્યા પણ વધી રહી છે.

દેશમાં અત્યારે કુલ 3.3 લાખ એક્ટિવ કેસ છે જયારે રાષ્ટ્રવ્યાપી રીકવરી રેઇટ 97.63 ટકા રહયો છે. છેલ્લા 24 કલાક દરમ્યાન વધુ 34159 લોકો કોરોનાથી સ્વસ્થ થઇ ગયા છે. આમ કોરોનાને મહાત આપનાર નાગરીકોની સંખ્યા વધીને 3 કરોડ 17 લાખ અને 88 હજારથી પણ વધુ થઇ છે.

આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ સાપ્તાહીક પોઝિટિવીટી રેઇટ 2.2 ટકા જેવો રહયો છે. છેલ્લા 62 દિવસ બાદ આ રેટમાં ઘટાડો નોંધાયો છે. અત્યારે દૈનિક સરેરાશ પોઝિટિવીટી રેઇટ 2.58 ટકા જેવો રહે છે.

Read About Weather here

કોવિડનાં વિવિધ રૂપની ચકાસણી માટે અત્યાર સુધીમાં કુલ 51 કરોડ 31 લાખ અને 29 હજારથી વધુ લોકોના સેમ્પલ લઇ ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. રસીકરણમાં પણ ભારતે એકપછી એક સિધી મેળવવાનું ચાલુ રાખ્યું છે. આજ દિન સુધીમાં કુલ 60 કરોડ અને 38 લાખ વેક્સિન ડોઝ અપાઇ ગયા છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here